• મુંબઇની બાળકીને વિશાખાપટ્ટનમમાં વેચી હોવાની શંકા
  • જેની કડી વાપીમાં મળતા મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી
  • મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે એક મહિલાની કરી અટકાયત

વલસાડ જિલ્લામાં મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે ધામા નાખ્યા છે.મુંબઇની એક બાળકીને વિશાખાપટ્ટનમમાં વેચી હોવાની મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મળી હતી બાતમી જેની કડી વલસાડ જિલ્લાના વાપી ખાતે મળતા મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તાપસ શરૂ કરી હતી.મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વાપીમાં બિસ્કિટ આપવાના બહાને તપાસ કરતા એક મહિલા 6 બાળકો સાથે મળી આવી હતી.

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને શંકાસ્પદ મહિલા મળી આવી

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વલસાડમાં ધામા નાખ્યા છે,બાળક વેચવાને લઈ આ તપાસ ધમધમાટ કરવામાં આવી છે,મુંબઈ પોલીસને એક મહીલા મળી છે અને આ મહીલા પાસેથી 6 બાળકો મળી આવ્યા છે.બાળકો પોતાના હોવાનું આ મહિલા રટણ કરી રહી છે.પોલીસે બાળકોના DNA ટેસ્ટ કરાવ્યાં છે.બાળકો મહિલાના છે કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરી છે.મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મહિલાની અટકાયત કરવામાં આવી છે.

એક મહિલાની અટકાયત કરાઈ

વલસાડ જિલ્લાના વાપી શહેરના વૈશાલી ચાર રસ્તા નજીકથી મહારાષ્ટ્ર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે બાળ તસ્કરી મામલે એક મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમ વલસાડ જિલ્લાના વાપી ખાતે આવી પહોંચી હતી. બાળક ચોરીના મામલે તપાસ કરી રહેલી મુંબઈ પોલીસની ટીમ વાપીના વૈશાલી ચાર રસ્તા પહોંચી હતી. જેમાં બ્રિજ નીચે ફુગ્ગા વેચીને ગુજરાન ચલાવતી મહિલાની મુંબઈ ક્રાઈમ બ્રાંચ પોલીસે અટકાયત કરી છે.

મુંબઈ પોલીસે મહિલાની અટકાયત કરી

બાળક ચોર ગેંગ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વાપીમાં ધામા નાંખ્યા છે. વિશાખાપટ્ટનમથી મળી આવેલી બાળકીનું પગેરું વાપીમાં મળ્યું છે. વાપીમાંથી એક મહિલાની અટકાયત કરાઈ છે. જ્યારે 4 લાખ રૂપિયામાં બાળકીનો સોદો થયો હોવાની પણ વાત સામે આવી રહી છે. આ મામલે મુંબઈ પોલીસ મહિલાની ધરપકડ કરી મુંબઈ રવાના થઇ છે. બીજી બાજુ, જે મહિલાની અટકાયત કરાઇ છે તેણે તપાસમાં પોતાનું જ બાળક વેચ્યું હોવાનું રટણ કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

તપાસમાં થશે અનેક ખુલાસા

મુંબઈ પોલીસે વાપીમાંથી અટકાયત કરેલી આ મહિલા પોતે પોતાનું બાળકી વેચ્યું હોવાનું રટણ કરી રહી છે. આ અંગે મહિલા પાસે છ બાળકો મળી આવ્યા છે. જોકે મુંબઈ પોલીસ આ મામલે બાળકી અને તેની માતાનું ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા છે. મુંબઈ પોલીસને શંકા છે કે, આ મહિલાએ કોઈ અન્ય માતાનું બાળક ચોરીને વેચી માર્યું છે. જોકે મહિલાની સઘન પૂછપરછ બાદ આ મામલો બહાર આવશે. હાલ તો વાપી જીઆઇડીસી પોલીસ સ્ટેશનની મદદથી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ આ મહિલાની ધરપકડ કરી મુંબઈ રવાના થઈ ગઈ છે.

  • Follow us on: