નવસારીના બીલીમોરામાં સહયોગ સોસાયટીમાં લૂંટની ઘટનાનો ભેદ આખરે પોલીસે ઉકેલી કાઢ્યો છે. પોલીસે બીલીમોરામાં જ રહેતા બે આરોપી મિહિર અને પ્રિન્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
નવસારીના બીલીમોરા શહેરમાં દિવસેને દિવસે લૂંટની ઘટનાઓ વધી રહી છે. તેવામાં બીલીમોરા પોલીસે બીલીમોરા શહેરની સહયોગ સોસાયટીમાં લૂંટની ઘટનાનો ભેદ ઉકેલ્યો છે. મળતી માહિતી મુજબ, સહયોગ સોસાયટીમાં આવેલા એક ઘરમાં ધોળા દિવસે 2 બુકાનીધારી લુટારુઓએ લૂટ ચલાવી હતી. સહયોગ સોસાયટીમાં એક ઘરમાં વૃદ્ધ મહિલાના ગળાના ભાગે ચપ્પુ મૂકીને સોનાના દાગીની લૂંટ ચલાવી હતી. લૂટ ચલાવી ભાગતા લૂંટારૂ CCTV કેમેરામાં કેદ થયા હતા. ધોળા દિવસે લૂંટની ઘટના બનતા પોલીસે તપાસ શરૂ કરી ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યા છે.













