પંચમહાલમાં બોર્ડ કેન્દ્ર ખાતે પેપર વિતરણમાં છબરડો થતા વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા છે. ધો.10ના પેપર વિતરણમાં સ્ટાન્ડર્ડની જગ્યાએ બેઝિક ગણિતનું પેપર અપાયું છે. વેડફાયેલ સમય વધારાનો આપવાનું નક્કી કરાયું છે. મામલાની જાણ વાલીઓને થતા રોષે ભરાયા હતા. સેન્ટર સંચાલકે વાલીઓને સમજાવતા મામલો થાળે પડયો છે.
મળતી માહિતી મુજબ, પંચમહાલના હાલોલ વીએમ શાહ હાઈસ્કૂલના યુનિટ એકમાં સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિતના પેપરમાં છબરડો થતા વિદ્યાર્થીઓ ભારે મુંઝવણમાં મુકાયા હતા. પરીક્ષા દરમિયાન સ્ટાન્ડર્ડ ગણિતની જગ્યાએ બેઝિક ગણિતનું પેપર અપાયું હતું. વિદ્યાર્થીઓ મુઝાયા, અને આ બાબતે પરીક્ષા સેન્ટર દ્વારા તાત્કાલિક પેપર બદલીને સ્ટાન્ડર્ડનું પેપર અપાયું હતું.













