ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સુરતના મહુવા ખાતે બુથ કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. આ સંમેલનને સંબોધતાં તેમણે કહ્યું હતું કે, પૂર્ણા નદીના કિનારે વસેલો આ જિલ્લો કૃષિ અને સહકારીતાનું હૃદય છે. દક્ષિણ ગુજરાતે સહકારી ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓ આજે સમગ્ર દેશ માટે મોડેલ બની છે.
ભાજપ એટલે વિકાસનો પર્યાય
કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જગદીશવિશ્વકર્માએ જણાવ્યું કે, વિપક્ષના નેતાઓ પ્રજાના પ્રશ્નોની ચિંતા કરવાને બદલે અફવાઓ ફેલાવવાનું અને સંસદ બહાર માત્ર વિરોધ કરવાનું કામ કરે છે.કોંગ્રેસના 60 વર્ષના શાસનને કરપ્શન, કમિશન, કમ્યુનલ રાયોટ્સ અને ક્રિમિનલ પોલિટિક્સ તરીકે ઓળખાવ્યું હતું.તેની સામે ભાજપે જનતાને ન જાતિવાદ,ન પરિવારવાદ, ન તૃષ્ટીકરણ’ સાથેનું ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપ્યું છે.ભાજપનો કાર્યકર્તા માત્ર ચૂંટણી ટાણે જ નહીં પણ સતત પ્રજાની વચ્ચે રહીને સેવા કરે છે.આજે ગુજરાત અને દેશની જનતા માટે ભાજપ એટલે વિકાસનો પર્યાય અને ભરોસાનું નામ છે.













