ભાવનગરમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. માઢીયા બસ સ્ટેન્ડ પાસેના રોડ પર પૂરપાટ વેગે આવતી આઈસર ધડાકાભેર ટ્રક સાથે અથડાઈ. ટ્રક અને આઈસરની અથડામણ થતા ભયંકર અકસ્માત બનવા પામ્યો. અકસ્માત માં 1 વ્યક્તિ નું નીપજ્યું મોત જ્યારે 15 વ્યક્તિઓને ઇજા પહોંચી.


મેળામાં જતા અકસ્માતનો ભોગ બન્યા

માઢીયા પાસે ટ્રક અને આઈસર વચ્ચે અકસ્માતને પગલે માઢીયા પાસેના રોડ પર ભારે ભીડ ભેગી થઈ. સ્થાનિકોએ પોલીસને ઘટનાની જાણ કરી. પોલીસ અકસ્માતનો કોલ મળતા જ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ગઈ. પોલીસે અકસ્માતને લઈને પ્રાથમિક તપાસ હાથ ધરી. તપાસમાં સામે આવ્યું કે ટ્રક સાથે ભયંકર રીતે અથડાયેલ આઈશર કાર અમદાવાદથી આવતી હતી. આઈશર કારના લોકો સાતમ-આઠમના મેળામાં રમકડાં વેચવા જતા હતા. દરમિયાન ભાવનગરના માઢીયા પાસે આઈશર પસાર થતી હતી ત્યારે બસ સ્ટેન્ડ પાસે પાર્ક કરેલ ટ્રકની પાછળ ધડાકાભેર ઘુસી જતા અકસ્માતની ઘટના બનવા પામી.

અકસ્માતમાં 1નું મોત અને 15 ઈજાગ્રસ્ત

ટ્રક અને આઈસર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત નિપજયું. જ્યારે 15 વ્યક્તિઓને પહોંચી ઇજા. સનેસ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે અકસ્માતમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. અને ઇજા પામેલ તમામ લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી. રાજ્યમાં અત્યારે જન્માષ્ટમી અને સાતમ તહેવાર નિમિત્તે અનેક સ્થાનો પર મેળાનું આયોજન કરાયું છે. મેળામાં દૂર-દૂરથી લોકો ત્યાં જઈ રહ્યા છે. જ્યારે ભાવનગરના મેળામાં જનાર લોકો અકસ્માતનો ભોગ બન્યા.

  • Follow us on: