ટેકાના ભાવે મગફળી ખરીદીને લઈ મહત્વના સમાચાર આવી રહ્યા છે. ગુજરાત સરકારે આ મામલે કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે. રાજ્ય સરકારે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી છે કે મગફળીનો વધુ જથ્થો ખરીદવામાં આવે.


રાજ્ય સરકારે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી

ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં વધુ જથ્થો ખરીદવા માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ મામલે દિલ્હીમાં રુબરુ જઇને રજૂઆત કરી છે અને કહ્યું છે કે મગફળીનો વધુ જથ્થો ખરીદવામાં આવે

મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીએ કેન્દ્રમાં કરી રજૂઆત

ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકારને રજૂઆત કરાઇ છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે કૃષિ મંત્રી ને રૂબરૂ રજૂઆત કરી છે. દિલ્લી ખાતે કેન્દ્રીય કૃષિ મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરી છે.

ખાસ કિસ્સામાં વધુ જથ્થો ખરીદવા કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત

ટેકાના ભાવે કેન્દ્ર સરકાર 15.21 લાખ મેટ્રિકટન મગફળી ની ટેકાના ભાવે ખરીદી કરવાની છે પણ ખાસ કિસ્સામાં વધુ જથ્થો ખરીદવા કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરાઇ છે.

 ટેકાના ભાવે મગફળી ખરીદી માટે 9.21 લાખ ખેડૂતો દ્વારા નોંધણી

ઉલ્લેખનિય છે કે ટેકાના ભાવે મગફળી ખરીદી માટે 9.21 લાખ ખેડૂતો દ્વારા નોંધણી કરવામાં આવી છે . રાજ્યમાં મગફળીના વધુ વાવેતર ના કારણે ટેકાના ભાવે મગફળી ખરીદી માં વધુ જથ્થો ખરીદવા રજૂઆત કરવામાં આવી છે 

  • Follow us on: