ગુજરાતમાં ચોમાસામાં થયેલા ભારે વરસાદ અને ત્યાર બાદ થયેલા માવઠાને કારણે ખેતીને ભારે નુકસાન થયુ હતું. જેથી રાજ્ય સરકારે ઝડપથી સરવેની કામગીરી કરીને ઐતિહાસિક રાહત પેકેજ જાહેર કર્યું છે. રાહત સહાય લેવા માટે ખેડૂતોએ ફોર્મ પણ ભરી દીધા છે. પરંતુ ઓગસ્ટ મહિનામાં જે ફોર્મ ભરવામાં આવ્યા હતાં તે ખેડૂતોને હજી સુધી સહાયના પૈસા જમા નહીં થતાં શિયાળુ વાવેતર અટકી ગયું હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.


તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી માગ

જૂનાગઢ જિલ્લામાં આ વર્ષે ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદ થવાને કારણે જિલ્લાના છ તાલુકાઓના ગામડામાં વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. આ વિસ્તારના ખેડૂતોને સ્પેશિયલ રાહત પેકેજ જાહેર કરાયું હતું. આ પેકેજ અંતર્ગત કેટલાક ખેડૂતોને હજી સહાય મળી નથી. જેના કારણે આગળનું વાવેતર કરવું કે નહીં તેની ચિંતા સતાવી રહી છે. ખેડૂતો દ્વારા આ સહાય તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

જૂનાગઢના 6 તાલુકાઓમાં સરવે કરવામાં આવ્યો હતો

ઓગસ્ટ મહિનામાં જૂનાગઢના 6 તાલુકાઓમાં સરવે કરવામાં આવ્યો હતો. આ સહાય મેળવવા માટે 156 ગામડાઓમાં 2170 ખેડૂતોએ અરજી કરી હતી. જેમાંથી 27.50 લાખનું ચુકવણું પણ કરી દેવામાં આવ્યું છે.ઓક્ટોબર માસના કમસમી વરસાદને લઈને જે રાહત પેક જ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં 521 ગામડાઓમાં એક ફટ 39 લાખ ખેડૂતોએ નોંધણી કરાવી છે અને જેમાંથી 2500 ખેડૂતોને રૂપિયા 6 કરોડ ની રકમ ચૂકવી દેવામાં આવી છે અને હજુ પણ આ પ્રક્રિયા ચાલુ છે આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો .જેથી ટૂંક સમયમાં જ તમામ ખેડૂતોને તેના ખાતામાં રકમ જમા કરાવી દેવામાં આવશે તેવી હૈયા ધારણા ખેતીવાડી અધિકારી દ્વારા આપવામાં આવી છે.


આ પણ વાંચોઃ Rajkot News: શિક્ષકે આચર્યું દુષ્કર્મ, લગ્ન રોકાવ્યા, હવે નોંધાયો વધુ એક ગુનો


  • Follow us on: