ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાનો ઊંઝા તાલુકો જીરાના ઉત્પાદન માટે સૌથી વધુ જાણીતો છે. ઊંઝા માર્કેટ યાર્ડ સમગ્ર દેશમાં નહીં પણ એશિયામાં સૌથી મોટું મસાલા પાક માટેનું માર્કેટ હોવાનું માનવામાં આવે છે. ત્યારે આ વખતે ઊંઝામાં મસાલા પાકોના ઉત્પાદનમાં મોટો ઘટાડો થયો હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે FISSની મીટિંગમાં મસાલા પાકોના ઉત્પાદન અંગેના ચોંકાવનારા આંકાડા સામે આવ્યા છે.
મસાલા પાકોના ઉત્પાદન અંગેના ચોંકાવનારા આંકાડા
ઊંઝામાં ગઈ કાલે મળેલી FISSની મીટિંગમાં મસાલા પાકોના ઉત્પાદન અંગેના ચોંકાવનારા આંકાડા જાહેર થયાં છે. આ વખતે જીરું અને વરિયાળીના ઉત્પાદનમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.જ્યારે ધાણાના ઉત્પાદનમાં પણ 13 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ બેઠકમાં દેશમાંથી 10 રાજ્યોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતાં.ગયા વર્ષની સરખામણીએ તમામ મુખ્ય પાકોના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે.













