અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં જીવ ગુમાવારના મૃતકોના DNA સેમ્પલની કામગીરી ચાલી રહી છે અને અત્યાર સુધીમાં 80 મૃતદેહના DNA મેચ થયા છે અને તમામના પરિવારજનો સાથે સંપર્ક થયો છે. જેમાં રાત્રે 9 વાગ્યા સુધીમાં 33 મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. ત્યારે આજે રાતે 2 પરિવારના લોકો મૃતદેહ લેવા માટે આવશે, જ્યારે 13 પરિવારો આવતીકાલે 16 જૂને આવશે તો 11 પરિવાર એવા છે કે જેના એકથી વધારે મૃતક છે તો તે પરિવારજનો એક સાથે મૃતદેહ લેવા આવશે. 21 પરિવાર એવા છે કે પોતાના પરિવાર સાથે વાત કરીને અમને જણાવશો કે ક્યારે બોડી લેવા માટે આવશે.
33 મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા
- અમદાવાદ- 12
- બરોડા- 5
- ખેડા- 2
- બોટાદ- 1
- ઉદેપુર- 1
- મહેસાણા- 4
- જોધપુર- 1
- અરવલ્લી- 1
- આણંદ- 4
- ભરૂચ- 2
દુર્ઘટનાસ્થળેથી કેટલાક બોડીના પાર્ટ મળી આવ્યા
અમદાવાદમાં બનેલ દુર્ઘટના બાદ ઘટનાસ્થળેથી વધુ કેટલાક બોડીના પાર્ટ મળવાનો સિલસિલો યથાવત છે. દુર્ઘટનાસ્થળેથી કેટલાક બોડીના પાર્ટ મળી આવ્યા છે. NIA અને FSLને બોડી પાર્ટ મળી આવ્યા છે. DNA ચેક થયા બાદ પાર્ટ કોના છે તે જાહેર થશે.
રાજ્યમાં આવતીકાલે રાજકીય શોકની જાહેરાત
અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું નિધન થયું છે, ત્યારે આવતીકાલે એટલે કે 16 જૂને રાજ્યભરમાં એક દિવસનો રાજકીય શોક રહેશે. પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિધનથી રાજકીય શોકની જાહેરાત કરવામાં આવી છે એટલે આવતીકાલે રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે. તમને જણાવી દઈએ કે આ પ્લેન દુર્ઘટનામાં 270થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, આ દુર્ઘટના બાદ રાજ્યભરમાં જાણે કે શોકનો માહોલ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.