અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા પ્લેન ક્રેશથી શોકનો માહોલ છે. પરંતુ શું તમે જાણો આ એર ક્રેશમાં જ્યાં લાખો-કરોડો નહીં પણ અરબો રૂપિયાનું નુકસાન થયુ છે. આ અકસ્માત એરલાઇન ક્રેશ જ નહીં પણ આર્થિક રીતે પણ ક્રેશ હતુ. આ દુર્ઘટનાને ભારતીય એવિએશન ઇતિહાસમાં સૌથી મોંઘો અકસ્માત ગણી શકાય છે. આ દુર્ઘટના સૌ કોઇ માટે આશ્ચર્યચકિત કરે તેવી હતી. ખર્ચનું અવલોકન તમે ચોંકાવી દેશે.


સૌથી મોંઘી દુર્ઘટના

અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઇ હતી. જેમાં એક યાત્રીને બાદ કરતા તમામ યાત્રીઓ મોતને ભેટ્યા હતા. એર ઇન્ડિયાની આ ફ્લાઇટ બોઇંગ 787 ડ્રીમલાઇનર હતી. જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં લગભગ 1600થી 2000 કરોડ રૂપિયાની વચ્ચે છે. આ પ્લેનને ફરી રિપેર કરી શકાય છે. પરંતુ તેને ફરી ઉડાન માટે તૈયાર કરવું સરળ નથી.

વીમાની રકમ અંગે ક્લેમ

એર ઇન્ડિયાને આ દુર્ઘટના માટે ઇન્શ્યોરંસ કંપનીઓ પાસેથી કરોડો રૂપિયાનો ક્લેમ મળશે. પરંતુ તેમા પ્રીમિયમ રેટ્સ વધવાની શક્યતા છે. અમુક કિસ્સાઓમાં એરલાઇન્સને લોન્ગ-ટર્મ નુકસાન ભોગવવું પડી શકે છે. વીમાની રકમ અંગે ક્લેમ 2,490 કરોડ રૂપિયા અથવા તેનાથી વધુ હોવાની શક્યતા છે.

રનવે અને એયરપોર્ટ ડેમેજ

ફ્લાઇટ લપસવાના કારણે અમદાવાદ એરપોર્ટને નુકસાન થયુ છે. જેને વહેલી તકે દુરુસ્ત કરવું પડશે. એરપોર્ટ પર અમુક કલાક માટે ઓપરેશન રોકાયા હતા. જેના કારણે અન્ય ફ્લાઇટ પ્રભાવિત થઇ હતી. જેના કારણે 10 થી 15 કરોડનો ખર્ચ ભોગવવાનો વારો આવ્યો છે.

આ દુર્ઘટના કેમ સૌથી મોંઘી છે ?

ભારતમાં અગાઉ પણ એર ક્રેશની દુર્ઘટના થઇ છે. જેમાં જાનમાલને નુકસાન થયુ હતુ. આ દુર્ઘટનામાં ટેક્નિકલ ખામી અને એરપોર્ટ પર ક્ષતિગ્રસ્ત વસ્તુઓને રિપેર કરવામાં કરોડો રુપિયાનો ખર્ચ થશે. બોઇંગ 787 ડ્રીમલાઇનરનો ખર્ચ આ દુર્ઘટનાને સૌથી વધુ મોંઘી બનાવી દે છે. એવિએશન ઇન્ડસ્ટ્રીને ફરી એકવાર સુરક્ષા અને પ્રી-ફ્લાઇટ ચેક કરવા માટે ચેતવણી આપવામાં આવી છે. 

  • Follow us on: