અમદાવાદ એરપોર્ટથી લંડન જઇ રહેલી ફ્લાઇટ ટેકઓફ થતા જ ક્રેશ થઇ ગઇ હતી. બોઇંગ 787 ડ્રિમ લાઇનર વિમાન હતું, જે ટેકઓફ થયાના થોડી મિનિટોમાં જ ધ્વસ્ત થઇ ગયું. આ પ્લેનમાં 10 ક્રૂ મેમ્બર અને 2 પાયલટ સહિત 242 લોકો સવાર હતા. જેમાંથી માત્ર એક જ જણ જીવિત છે. તે પણ ચમત્કારિક રીતે. તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.


NIA પહોંચ્યુ ઘટના સ્થળે

અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનાની તપાસમાં હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) અને અન્ય કેન્દ્રીય એજન્સીઓની સક્રિય ભાગીદારી જોવા મળી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, NIAની એક ટીમે અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી અને તપાસ એજન્સીઓને જરૂરી ટેકનિકલ અને સુરક્ષા સહાય પૂરી પાડી હતી.જો હજી અધિકારીઓએ હજી સુધી આ મામલે કોઇ વિસ્તૃત જાણકારી આપી નથી. વિમાન દુર્ઘટનાની તપાસની જવાબદારી નાગરિક ઉડ્ડયન મંત્રાલય અંતર્ગત આવનારા એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરોનો સોંપવામાં આવી છે. આ બ્યૂરો ભારતની એક સ્પેસમાં થનારી વિમાન દુર્ઘટનાઓ અને ગંભીર ઘટનાઓની તપાસ કરે છે.

બ્લેક બોક્સ મળી આવ્યું 

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મોટા સમાચારો સામે આવ્યાં છે. દુર્ઘટનાગ્રસ્ત પ્લેનનું બ્લેક બોક્સ મળી આવ્યું છે. અમદાવાદ મહાનગર પાલિકાની ફાયર ટીમે બ્લેક બોક્સનો એક ભાગ શોધી કાઢયો છે. આ બ્લેક બોક્સના ભાગને DGCA અને AAIBની ટીમને સોંપાશે. બ્લેક બોક્સના ભાગની તપાસ બાદ પ્લેન ક્રેશ કેમ થયું તેનું કારણ જાણવા મળશે.

ફાયર વિભાગની ટીમને બ્લેક બોક્સનો ભાગ શોધવામાં સફળતા મળી

અમદાવાદમાં પ્લેન ક્રેશ થયા બાદ કાટમાળ હટાવવામા આવી રહ્યો છે. આ દરમિયાન પ્લેનનું બ્લેક બોક્સ શોધવા માટે તંત્ર કામે લાગ્યું હતું. અમદાવાદ મહાનગર પાલિકાની ફાયર વિભાગની ટીમને બ્લેક બોક્સ શોધવામાં સફળતા મળી છે. AMCની ફાયર ટીમ દ્વારા આ બ્લેક બોક્સના ભાગને DGCA અને AAIBની ટીમને સોંપવામાં આવશે. બ્લેક બોક્સ પરથી વિમાન કેમ ક્રેશ થયું તેનું કારણ જાણી શકાશે.

FSL અને AAI સહિતની ટીમો તપાસ કરી રહી છે

અમદાવાદમાં પ્લેન ક્રેશ થયા બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. FSL અને AAI સહિતની ટીમો તપાસ કરી રહી છે. આ ઉપરાંત ડોક્ટર હોસ્ટેલમાં પણ ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. દુર્ઘટનાગ્રસ્ત વિમાનના પાર્ટસ તપાસ માટે કબ્જે લેવાયા છે. બીજી તરફ કેન્દ્રીય એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ છે. NIAની ટીમ પણ તપાસમાં જોડાઈ ગઈ છે. 

  • Follow us on: