અમદાવાદમાં પ્લેન ક્રેશ મુદ્દે BAPS ના મહંત સ્વામી મહારાજએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે અમદાવાદમાં બનેલી વિમાની દુર્ઘટનાની વિગત જાણી ઘણું દુઃખ થયું છે. આ વિમાનમાં ભારત ઉપરાંત અન્ય દેશોના નાગરિકો પણ પ્રવાસ કરી રહ્યા હતા. આ કરુણ અવસરે અમે સૌ અસરગ્રસ્તો માટે પ્રાર્થના અને અવસાન પામ્યા તેમના આત્માને ભગવાન શાંતિ આપે તેવી પ્રાથના કરીએ છીએ. મૃતકોના સ્વજનોને પણ દુઃખ સહન કરવાનું બળ મળે. ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થઈ જાય તે માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ.
રાજ્ય સરકારને કેન્દ્રીય એજન્સીઓની મદદ પૂરી પાડી
અમદાવાદથી લંડન જતાં એર ઇન્ડિયાના વિમાનની સર્જાયેલી ગમખ્વાર દુર્ઘટનામાં રાજ્ય સરકારે બચાવ અને રાહત કામગીરી સાથે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ દુર્ઘટનાની જાણ થતાં જ તેમણે સમગ્ર તંત્રને બચાવ-રાહત કામગીરી માટે જોડાવાની તત્કાલ સૂચનાઓ આપી હતી.વડાપ્રધાન મોદી તથા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આ દુર્ઘટનાની ગંભીરતા જોતા રાજ્ય સરકારને કેન્દ્રીય એજન્સીઓની મદદ પૂરી પાડી હતી.
પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીનું નિધન થયું
અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની ઘટનામાં ગુજરાત રાજ્યાના પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે. વિજય રૂપાણી પંજાબ બીજેપીના પ્રભારી હતા. વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે તમામ નેતાઓ, મિત્રો, સીએમ તથા પીએમ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા.સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ પરિવારને સાંત્વના આપી હતી. પંજાબ BJPના નેતાઓ રૂપાણી પરિવારને મળ્યા હતા.અરુણજોત સોઢીએ રૂપાણી પરિવારને સાંત્વના પાઠવી હતી.