ફ્લાઇટ બુક કરતી વખતે સીટની પસંદગી ધ્યાનથી કરવી જરુરી છે. કારણ કે આ પસંદગી પ્રક્રિયામાં તમને નવુ જીવન મળી શકે છે. અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશ થયા બાદ તેમાંથી માત્ર એક જ વ્યક્તિ જીવ બચાવીને બહાર આવ્યો હતો. અને તેના સુરક્ષિત બચવા માટે તેની સીટની પસંદગીએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. વિશ્વાસ કુમારે 11-A સીટ બુક કરી હતી. જે દરવાજા પાસે હોય છે. પ્લેન ક્રેશ થવા સમયે દરવાજો ખુલી જતા તેણે પોતાનો જીવ બચાવ્યો હતો. તમામ યાત્રીઓમાંથી તે એક માત્ર મુસાફર હતો. જે જીવિત છે.
ફ્લાઇટની કઇ સીટ હોય છે સુરક્ષિત ?
ફેડરલ એવિએશન એડિમિનિસ્ટર એટલે FAAના ડેટા અનુસાર પ્લેનના પાછળના ભાગે બેસેલા મુસાફરોમાં મૃત્યુદર ઓછો હોય છે.
વિંગ પાસેની સીટ
વિંગ પાસેની સીટ ફાયદાકારક હોય છે. એરક્રાફ્ટનો આ હિસ્સો સ્ટેબિલિટી માટે બનાવવામાં આવેલો હોય છે. વિંગની સીટ ખાસ કરીને ઇમરજન્સી એક્ઝિટ પાસે હોય છે. જેના કારણે આવી દુર્ઘટનામાં બહાર નિકળવામાં સરળતા રહે છે.
એક્ઝિટ રૉ
એક્ઝિટ રૉમાં બેસેલો વ્યક્તિ પણ સર્વાઇવ કરી શકે છે. આ ભાગમાં બેસેલા લોકો પાસે પગ મુકવા માટે વધુ જગ્યા હોય છે. અને તેઓ એક્ઝિટ પાસે ઝડપથી દોડી શકે છે.
વિંડો, આઇલ અને મિડિલ સીટ
જ્યારે હવામાન ખરાબ હોય અથવા દુર્ઘટનાની સંભાવના હોય ત્યારે મિડિલ સીટ સૌથી સુરક્ષિત હોય છે. યાત્રી પાસે તેની આજુબાજુ બેસેલા તમામ લોકોનો સહારો હોય છે. આઇલ સીટથઈ બહાર નિકળવા માટે સરળતા હોય છે. વિંડો સીટ પાસેથી મુસાફર ધીમી ગતિએ બહાર નિકળે છે.
ફ્યૂલ ટેંક
ફ્યૂલ ટેંક વિંગ પાસેની સીટ જોખમથી ભરપુર હોય છે. ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન આ ફ્યૂલ આગ પકડી શકે છે. આવા સમયે યાત્રીએ સતર્ક રહેવાની જરુર છે. સેફ્ટી બ્રીફિંગ પર ધ્યાન આપવું, ઇમરજન્સી કાર્ડ વાંચવું, ગભરાવવું નહીં અને પોતાની સાથે અન્ય યાત્રીઓની પણ મદદ કરવી એ જરુરી છે.