ભાજપ નેતાને એર ઈન્ડિયાની ફ્લાઈટનો કડવો અનુભવ થયો છે. BJP પ્રવક્તા જયરાજસિંહ પરમાર 6 જૂને આ ફ્લાઈટમાં આવ્યા હતા. જયરાજસિંહ પરમારે જણાવ્યું કે ફ્લાઇટનું GPS પણ બંધ હતું. જો લોકો આટલા પૈસા ખર્ચે છે તો તેને પૂરતી સુવિધા મળવી જોઈએ તે જરૂરી છે. BJP પ્રવક્તા જયરાજસિંહ પરમારે કહ્યું કે ટેમ્પામાં બેસીને આવતા હોય તેવો અનુભવ થતો હતો.ફ્લાઇટ પાછળ ઈન્ડિયા નામ આવે છે એટલે આપણને દુઃખ થાય.


અમદાવાદમાં વિમાનની મોટી દુર્ઘટના

એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેક ઓફની સાથે આગમાં પરિવર્તીત થઇ હતી. જેમાં 242 યાત્રીઓમાંથી 241 મુસાફરોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કેટલાયે લોકો પોતાના પરિવારને મળવા તો અમુક લોકો કામ અર્થે અને બીજા મુસાફરો પ્રથમ વખત જ ફ્લાઇટમાં બેઠા હતા. પરંતુ આ કાળ સૌ કોઇને ભરખી ગયો હતો. જેમાં માત્ર એક જ વિશ્વાસ નામનો વ્યક્તિ બચ્યો હતો. સમગ્ર કહાની તેણે જણાવી હતી.

સિવિલના અધિકારીઓ સાથે આરોગ્ય મંત્રીએ બેઠક કરી

અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના બાદ સિવિલ હોસ્પિટલ ખાતે ફરી એક વખત બેઠક યોજાઈ છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ પંચાલ બેઠકમાં હાજર રહ્યા હતા. સિવિલ હોસ્પિટલના અધિકારીઓ સાથે બેઠક કરી હાલની પરિસ્થિતિને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. પ્લેન ક્રેશની ઘટનામાં મૃતદેહના DNA કલેક્શન, બોડી સોંપવા બાબતે ચર્ચા કરવામાં આવી છે. થોડા સમય પહેલા તમામ નેતાઓ અને ડોક્ટરોએ બી જે મેડિકલ ખાતે મુલાકાત કરી હતી.


  • Follow us on: