અમદાવાદમાં પ્લેન ક્રેશની ભયાનક ઘટના બની હતી. પ્લેન ક્રેશ બાદ ફાયર વિભાગની સરાહનીય કામગીરી રહી છે. ફાયર અધિકારી સ્વસ્તિક જાડેજાએ આપેલા નિવેદનમાં જણાવ્યું કે આ કામગીરી દરમિયાન ખૂબ કરુણ દ્રશ્યો જોયા હતા. ‘મારા કેરિયરમાં સૌથી ખતરનાક અનુભવ આ હતો. ઘણી બોડી એવી હતી કે જે યોગ્ય રીતે લઈ પણ શકાય નહીં. CPનો કોલ આવ્યો તાત્કાલિક અમે ઘટના સ્થળે પહોંચ્યા હતા. અમદાવાદ,ખેડા,નડિયાદની ટીમ કામગીરીમાં જોડાઈ હતી. આણંદ, બરોડા સહિત ફાયર કર્મીઓ જોડાયા હતા.90 ફાયર એન્ડ રેસ્ક્યુ વ્હીકલ,400 જવાન જોડાયા હતા. 30 ફાયર ઓફિસર સ્થળ પર હાજર હતા.


કામગીરી દરમિયાન ખૂબ કરુણ દ્રશ્યો જોયા

આદુર્ઘટનાગ્રસ્ત પ્લેનનું બ્લેક બોક્સ મળી આવ્યું છે. અમદાવાદ મહાનગર પાલિકાની ફાયર ટીમે બ્લેક બોક્સનો એક ભાગ શોધી કાઢયો છે. આ બ્લેક બોક્સના ભાગને DGCA અને AAIBની ટીમને સોંપાશે. બ્લેક બોક્સના ભાગની તપાસ બાદ પ્લેન ક્રેશ કેમ થયું તેનું કારણ જાણવા મળશે.

ફાયર વિભાગની ટીમને બ્લેક બોક્સ શોધવામાં સફળતા મળી

અમદાવાદમાં પ્લેન ક્રેશ થયા બાદ કાટમાળ હટાવવામા આવી રહ્યો છે.આ દરમિયાન પ્લેનનું બ્લેક બોક્સ શોધવા માટે તંત્ર કામે લાગ્યું હતું.અમદાવાદ મહાનગર પાલિકાની ફાયર વિભાગની ટીમને બ્લેક બોક્સ શોધવામાં સફળતા મળી છે.AMCની ફાયર ટીમ દ્વારા આ બ્લેક બોક્સના ભાગને DGCA અને AAIBની ટીમને સોંપવામાં આવશે.બ્લેક બોક્સ પરથી વિમાન કેમ ક્રેશ થયું તેનું કારણ જાણી શકાશે.


  • Follow us on: