અમદાવાદમાં દુર્ઘટનાસ્થળેથી વધુ એક મૃતદેહ મળતા ચકચાર વ્યાપી હતી. કાટમાળ નીચે મૃતદેહો ફસાયા હોવાની આશંકા સેવાઇ રહી છે. પ્લેન ક્રેશ દુર્ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી શરુ છે. તે દરમિયાન આ મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હોસ્પિટલમાં મૃતદેહોની તપાસ શરુ છે. ડીએનએ મારફતે તેમની ઓળખ કરવામાં આવી રહી છે. આ મૃતદેહ કોના છે બાદમાં તેમના સંબંધીઓને આ સોંપવામાં આવશે.
વધી રહી છે મૃતદેહની સંખ્યા













