'જાકો રાખે સાંઇયા માર સકે ના કોઈ' આ કહાવત રમેશ વિશ્વાસ કુમારના કિસ્સામાં એકદમ સાચી સાબિત થઇ છે. જ્યાં એક તરફ, એર ઇન્ડિયાના પ્લેનનું કચ્ચરઘાણ નિકળી ગયુ. ફ્લાઇટમાં બેસેલા તમામ મુસાફરો મોતને ભેટ્યા હતા. ત્યાં જ એક ચમત્કારિક બચાવે રમેશ વિશ્વાસ કુમારને નવુ જીવનદાન આપ્યુ છે. માત્ર એક જ યાત્રી આ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં બચ્યો છે. રમેશ વિશ્વાસ કુમાર બ્રિટિશ નાગરિક છે. તેમનો થયેલો આ આબાદ બચાવ કોઇ સપનાથી ઓછો નથી. પરંતુ શું તમે જાણો છો આ બચાવ કેવી રીતે થયો?, કેવી રીતે તેણે પોતાનો જીવ બચાવ્યો.?, આવો જાણીએ.
સીટ-11 A બની સુરક્ષાનું કારણ
એર ઇન્ડિયાનું પ્લેન ટેક ઓફ કર્યાના થોડા સમય બાદ જ ક્રેશ થયુ હતુ. આ દુર્ઘટનામાં 242 યાત્રીઓમાંથી 241 મુસાફરોએ પોતાના જીવ ગુમાવ્યા છે. માત્ર એક જ વ્યક્તિ જીવિત નિકળ્યો છે. તેણે સમગ્ર આપવીતી જણાવી હતી. રમેશ વિશ્વાસ કુમાર માત્ર એક જ એવા મુસાફર સાબિત થયા છે જે મોતના મોઢામાંથી પરત આવ્યા છે. ક્રેશ થયેલા વિમાનના કાટમાળમાંથી તેઓ જાતે નિકળીને બહાર આવ્યા હતા. અને ચાલતા ચાલતા રસ્તા પર જોવા મળ્યા હતા. તેઓ પ્લેનની સીટ નંબર 11A પર બેઠા હતા. જે ખૂણામાં અને દરવાજાની નજીક હોય છે. રમેશનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
વિમાનમાં પાછળની સીટ સુરક્ષિત
મીડિયા રિપોર્ટ મુજબ જેટલા પણ વિમાન ક્રેશ થયા છે. તેમાં પાછળની સીટ પર જોખમ ઓછું હોવાનું સામે આવ્યુ છે. આ પાછળની સીટ પર 28 ટકા ચાન્સ હોય છે કે તમે તમારો જીવ બચાવી શકો. પરંતુ અન્ય સીટો પર આ જોખમ 44 ટકા જેટલું વધી જાય છે. પરંતુ સાથે જ એ પણ જણાવી દઇએ કે, આ એક માત્ર માહિતી છે. હકીકતમાં દુર્ઘટના સમયે પાયલોટ, ક્રૂ મેમ્બર અને પરિસ્થિતિ શું છે. તે સૌથી વધુ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પાછળની સીટ સુરક્ષિત એટલા માટે માનવામાં આવે છે કે તે દરવાજા પાસે જ હોય છે. અને સૌથી ખતરનાક સીટ પાંખ પાસેની ગણવામાં આવી છે. કારણ કે અહીં ફ્યૂલ ભરેલું હોય છે. દુર્ઘટના સમયે આ સીટ પર આગ લાગવાનું જોખમ સૌથી વધુ હોય છે.
આપાતાકાલીન એક્ઝિટ
વિમાનમાં ઇમરજન્સી ગેટ પણ જીવ બચાવવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સીટ-11 A એ ખૂણામાં અને ગેટ પાસે હોય છે. અહીંથી તમને તક મળે છે કે, તમે બહાર કુદી શકો છો. અને પોતાનો જીવ બચાવી શકો છો. પરંતુ આ બધીની વચ્ચે એ વાત પણ જાણી લેવી જોઇએ કે, પ્લેન કેટલી ઊંચાઇથી અને કેટલી ગતિએ નીચે આવી રહ્યુ છે. અને પાયલોટ કેવી રીતે સમગ્ર મામલાને સંભાળી રહ્યો છે. તે મહત્ત્વનું પાસું છે.