અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની ઘટનામાં રમેશ વિશ્વાસકુમાર નામના એક વ્યક્તિનો બચાવ થયો હતો. તેમને ગંભીર ઈજાઓ થઈ હોવાથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. હવે તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે. ડિસ્ચાર્જ આપ્યા પહેલા તેમની પુછપરછ કરવામાં આવી હતી. આ પુછપરછને તપાસ એજન્સીએ ઔપચારિક ગણાવી હતી. રમેશ વિશ્વાસ કુમારે આખી ઘટનાનું વર્ણન કર્યું હતું.


હાલ વિશ્વાસકુમાર પોતાના વતન દીવમાં છે

તપાસ એજન્સીઓ દ્વારા રમેશ વિશ્વાસકુમારને શું પ્રશ્નો પૂછવામાં આવ્યા તેની સુત્રો તરફથી માહિતી મળી હતી. રમેશ વિશ્વાસ કુમારે તપાસ એજન્સી સામે પ્લેનમાં બેઠા બાદની સ્થિતિથી લઈને પ્લેન ક્રેશ કેવી રીતે થયું તે આખી ઘટનાનું વર્ણન કર્યું હતું. રમેશ વિશ્વાસકુમારે તપાસ એજન્સીને કહ્યું હતું કે, પ્લેન ઉપડતાની સાથે જ કોઈ ખામી હોય તેવું લાગ્યું હતું. પ્લેન ક્રેશમાં કોઈપણ પ્રકારની શંકાને ધ્યાને રાખીને તપાસ એજન્સીએ તપાસ શરૂ કરી છે. તેમને મીડિયાથી દૂર રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હાલ વિશ્વાસકુમાર પોતાના વતન દીવમાં છે.

વિશ્વાસકુમાર ભાલિયાનો જ આશ્ચર્યજનક બચાવ થયો

અમદાવાદની વિમાન દુર્ઘટનામાં દિવના 15 મુસાફરો માંથી માત્ર વિશ્વાસકુમાર ભાલિયાનો જ આશ્ચર્યજનક બચાવ થયો છે.આ દુર્ઘટનામાં તેમના નાના ભાઈ અજય સહિત 14 લોકોએ જીવ ગુમાવ્યો છે.વિશ્વાસના પિતા રમેશભાઈ બાવાભાઈ ભાલિયા છેલ્લા 25 વર્ષથી લંડનમાં રહેતા હતા.બંને ભાઈઓ પરણેલા હતા.વિશ્વાસને ચાર વર્ષનો પુત્ર છે.અજયની બે દીકરીઓ હતી જે ચાર-પાંચ મહિનાની ઉંમરે લંડનમાં બીમારીથી અવસાન પામી હતી.એક જાણકારી મુજબ બન્ને ભાઈ ઓ 12 તારીખે જવાના નહોતા પરંતુ એર ઇન્ડિયાની ફ્લાઇટ માં ઓફર આવતા બન્ને સહિત દિવના અનેક લોકોએ 12 તારીખની ફ્લાઇટમાં જવાનું નક્કી કર્યું હતું.


  • Follow us on: