અમદાવાદના દરિયાપુરમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. દરિયાપુરમાં પેરાફીટ પડવાની ઘટના સામે આવી છે, જેમાં 1 વ્યક્તિનું મોત થયું છે. ડબગર વાડમાં જે.પી.હાઈસ્કુલમાં આ ઘટના બની છે. હાઈસ્કુલની પેરાફીટ નીચે 3 મજૂર ઉભા હતા અને આ દરમિયાન પેરાફીટ ધરાશાયી થતાં તેની નીચે 3 મજૂર દટાયા હતા, જેમાં 1 મજૂરનું મોત થયું છે. તમને જણાવી દઈએ કે જે.પી.હાઈસ્કુલમાં હાલમાં રિનોવેનશનની કામગીરી ચાલી રહી છે અને તે દરમિયાન આ ઘટના બની છે.


અમદાવાદમાં રથયાત્રાને લઈને AMC એકશનમાં

અમદાવાદમાં આગામી 27 જૂને રથયાત્રા નીકળશે, ત્યારે રથયાત્રાને લઈને AMC એકશન મોડમાં આવ્યું છે. રથયાત્રા રુટ પરના જર્જરિત મકાનો સામે કાર્યવાહી કરવામાં આવી છે. રુટ પર આવતા જર્જરિત મકાનો ઉતારવાની શરુઆત કરવામાં આવી છે અને રંગાટી બજારમાં મકાનનો કેટલોક હિસ્સો તોડી પડાયો છે. મધ્યઝોનમાં 513 ભયજનક મકાનોને નોટિસ ફટકારવામાં આવી છે. 190 ભયજનક મકાનના પાણી અને ગટર કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે.

આણંદના પેટલાદમાં સીડી પડતા બેના મોત

બીજી તરફ આણંદના પેટલાદમાં સીડી પડતા બે લોકોના મોત થયા છે. સોજીત્રા તાલુકા દેવાના લક્ષ્મીપુરા વિસ્તારમાં દાદર પડતા બે મહિલાઓના મોત થયા છે. ઘરની ઉપર ચડવાની સિમેન્ટની સીડી ધરાશાયી થતાં આ દુર્ઘટના બની છે. સિમેન્ટની સીડી નીચે ઉભેલી બે મહિલાના માથે કાટમાળ પડતા મોત થયા છે. મંજુલાબેન ગોહેલ અને ગીતાબેનનું મોત નિપજ્યુ છે. આ સમગ્ર ઘટનાને લઈને પંથકમાં ચકચાર મચી ગઈ છે.


  • Follow us on: