ગુજરાતના અમદાવાદમાં ગુરુવારે બપોરે થયેલા વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને સ્તબ્ધ દીધો છે. અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી તરત જ એક ઈન્ટરનેશનલ ફ્લાઈટ ક્રેશ થઈ હતી.


એર ઈન્ડિયાની આ ફ્લાઈટે લંડન માટે ઉડાન ભરી હતી, પરંતુ ટેકઓફ કર્યા પછી થોડી જ મિનિટોમાં ક્રેશ થઈ ગઈ. અકસ્માત એટલો ગંભીર હતો કે એરપોર્ટ નજીકનો વિસ્તાર પર ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ વિમાનમાં સવાર હતા.

રાજકારણમાં જ્યારે કોઈ ચહેરો મુખ્યમંત્રી જેવા મોટા પદ પર પહોંચે છે, ત્યારે સામાન્ય રીતે તેમના નિર્ણયો, જાહેરાતો અને ચૂંટણી વ્યૂહરચના ચર્ચામાં રહે છે. પરંતુ તે ચહેરાઓ પાછળ એક પરિવાર હોય છે, જે સુખમાં, દુ:ખમાં અને સમાજ માટે કંઈક સારું કરવાની પ્રેરણા તરીકે તેમની સાથે ઉભો રહે છે.

મ્યાનમારમાં થયો હતો વિજય રૂપાણીનો જન્મ

વિજય રૂપાણીનો પરિવાર પણ આવો જ છે. જ્યાં એક તરફ તેમને ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદારીઓ નિભાવી, તો બીજી તરફ તેમનું પર્સનલ જીવન પણ સંઘર્ષ, ભાવનાત્મક તકલીફ અને સેવાથી ભરેલું હતું. બાળપણમાં તેમના પુત્રના મૃત્યુથી પરિવાર તૂટી ગયો, પરંતુ તેમવે ટ્રસ્ટ શરૂ કરીને તે પીડાને નવી આશામાં બદલી.

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જન્મ 2 ઓગસ્ટ 1956 ના રોજ મ્યાનમાર (ત્યારે બર્મા)ના યાંગોન શહેરમાં થયો હતો. તેઓ રમણીકલાલ અને માયાબેન રૂપાણીના સાત બાળકોમાં સૌથી નાના છે. બાદમાં તેમનો પરિવાર ભારત આવ્યો અને ગુજરાતના રાજકોટમાં સ્થાયી થયો.

પત્ની અંજલી રૂપાણી પણ રાજકારણમાં એક્ટિવ

વિજય રૂપાણીની પત્ની અંજલી રૂપાણી ભાજપ મહિલા મોર્ચા સાથે જોડાયેલી છે અને સામાજિક કામોમાં પણ ભાગ લે છ. રાજનીતિમાં વિજય રૂપાણી સાથે-સાથે અંજલી પણ સામાજિક મુદ્દા પર સતત એક્ટિવ રહી છે.

ત્રણ બાળકોમાંથી એક બાળકનું નાનપણમાં જ મોત

વિજય રૂપાણી અને અંજલિ રૂપાણીને ત્રણ બાળકો છે - એક પુત્ર ઋષભ, એક પુત્રી રાધિકા અને એક નાનો પુત્ર પુજિત. ઋષભ રૂપાણી એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ છે. રાધિકા રૂપાણી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, જે હાલ લંડનમાં રહે છે. તેના લગ્ન નિમિત મિશ્રા સાથે થયાં છે. તેમના નાના પુત્ર પુજિત રૂપાણીનું ત્રણ વર્ષની ઉંમરે એક અકસ્માતમાં નિધન થયું હતું.

પુત્રની યાદમાં બનાવી ટ્રસ્ટ

પુત્ર પુજિતની યાદમાં વિજય અને અંજલી રૂપાણીએ 1994માં શ્રી પુજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટની શરુઆત કરી. આ ટ્રસ્ટ રાજકોટ અને આસપાસના વિસ્તારમાં ગરીબ બાળકોને ભણવામાં, સ્વાસ્થ્ય અને મહિલા સશક્તિકરણ સાથે જોડાયેલા પ્રોજેક્ટ પર કામ કરે છે.

પારિવારિક મૂલ્યો સાથે જોડાયેલું છે જીવન

વિજય રૂપાણીનું પારિવારિક જીવન સાદગી અને સેવા સાથે જોડાયેલું છે. પુત્ર ગુમાવ્યા પછી પણ તેમને હાર માની નહીં અને તે દુઃખને સકારાત્મક પહેલમાં ફેરવી દીધું. તેમનો પરિવાર હજુ પણ સમાજ સેવા અને રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યો છે.


  • Follow us on: