રાષ્ટ્રીય અંગદાન દિવસ'ના બે દિવસ પહેલા સિવિલ હોસ્પિટલમાં થયું 202મું અંગદાન થયું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 202મું અંગદાન થયું છે. સિવિલ હોસ્પિટલને હૃદય, લીવર,બે કીડની તેમજ બે આંખોનું દાન મળ્યું છે. સૈજપુર બોઘાના ધીરજભાઇ બ્રેઇનડેડ થતા તેમના અંગોના દાનનો નિર્ણય કરાયો હતો, બ્રેઇનડેડ પુત્રના અંગોનું દાન કરવા પિતાનો નિર્ણય હતો.


અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 202મું અંગદાન

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 202મું અંગદાન થયું છે. સિવિલ હોસ્પિટલને હૃદય, લીવર,બે કીડની તેમજ બે આંખોનું દાન મળ્યું છે. અમદાવાદના સૈજપુર બોઘાના ધીરજભાઇ બ્રેઇનડેડ થતા પિતા ગણપતભાઇએ અંગદાનનો નિર્ણય કર્યો હતો. બ્રેઇનડેડ પુત્રના અંગોનું દાન કરીને ગણપતભાઇએ પુત્રને અન્યમાં જીવતો રાખવાનો સંતોષ પ્રાપ્ત કર્યો છે.

 પુત્ર બ્રેઇનડેડ થતા પિતાએ અંગદાનનો નિર્ણય કર્યો

પુત્રના અંગોના દાન બાબાતે પિતાએ જણાવ્યું કે લાંબા સમયથી પુત્રને ખેંચની બીમારીથી પીડાતા જોયો હોવાથી ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓની પરીસ્થિતિને સારી રીતે સમજી શકું છું. આવા દર્દીઓની પીડા ઓછી થાય અને તેમને નવું જીવન મળે તે હેતુથી મારા બ્રેઇનડેડ દીકરાના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો છે.


  • Follow us on: