અમદાવાદના શાંતિપુરા સર્કલ પાસે આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાઈક સવાર યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું છે. આ અકસ્માત ટ્રેલર ચાલકે બાઈક સવારને અડફેટે લેતા થયો હતો. બાઈક સવાર યુવક શાંતિપુરા સર્કલ પાસેથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવતા એક ટ્રેલરના ચાલકે તેને અડફેટે લીધો હતો.
ટ્રેલર ચાલકે બાઇક સવારને અડફેટે લેતા બાઈક સવાર યુવકનું મોત













