અમદાવાદમાં હવે મ્યુનિસિપલ કોર્પોરેશને કમાણી માટે વધુ એક નવો રસ્તો શોધી લીધો છે. અમદાવાદ શહેરમાં વધુ એક ગાર્ડનમાં જવા રૂપિયા ચૂકવવા પડશે. લાલ દરવાજાના સરદાર બાગમાં જવા માટે રૂ.10 ચાર્જ ચૂકવવા પડશે. આ ગાર્ડનનું નવીનીકરણ યુએન મહેતા ફાઉન્ડેશન દ્વારા કરાયું છે. ગાર્ડનના નવીનીકરણ બાદ ભાવ નક્કી કરવામાં આવ્યા છે. અગાઉ સિંધુભવનના ગોટીલા ગાર્ડન માટે ચાર્જ નક્કી કરાયો હતો.
સરદાર બાગ માટે 10 રૂપિયા ચાર્જ નક્કી કરાયો













