અમદાવાદમાં ગુરુપૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી થઈ. ગતસપ્તાહે રાજ્યભરમાં જીવનના પથદર્શક એવા ગુરુને સન્માન આપનાર ખાસ દિવસની ઉજવણી કરવામાં આવી. ત્યારે થોડા જ દિવસમાં શહેરમાં ગુરુ પદને લાંછન લગાવનાર કિસ્સો સામે આવતા સનસનાટી મચી જવા પામી. AMC સંચાલિત શાળામાં શિક્ષકે વિદ્યાર્થીની સાથે છેડતી કર્યાનો બનાવ બન્યો છે. આ બનાવને પગલે વિર્ધાર્થીનીના પરિવાર સહિત લોકોમાં શિક્ષક સામે ભારે આક્રોશ જોવા મળ્યો. આ મામલામાં વિદ્યાર્થીનીને ન્યાય અપાવવા ABVP પણ મેદાને પડ્યું છે.
શાળા સામે ABVPનો ઉગ્ર વિરોધ













