તાજેતરમાં જ અમદાવાદમાં સ્કૂલમાં નોકરીની સાથે ખાનગી ટ્યુશન કરાવતાં શિક્ષકો સામે અમદાવાદ શહેર શિક્ષણ અધિકારીએ લાલ આંખ કરી હતી. શિક્ષણ અધિકારીને ટ્યુશનિયા શિક્ષકો સામે ફરિયાદો મળતાં તપાસ કરાઈ હતી. જેમાં ખાનગી શાળાના 11 શિક્ષકોને ઘર ભેગા કરી દેવામાં આવ્યા છે. શાળામાં ફરજ બજાવતા ટ્યુશનિયા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.


ખાનગી શાળાના 11 શિક્ષકોને ઘર ભેગા કરાયા

અમદાવાદમાં ખાનગી શાળામાં નોકરી કરવાની સાથે ખાનગી ટ્યુશન ક્લાસિસ ચલાવતા શિક્ષકોની અનેક ફરિયાદો શિક્ષણ અધિકારીને મળી હતી. આ ફરિયાદો બાદ તપાસ કરાતા શહેરમાં સુપર સ્કૂલ, તિરુપતિ સ્કૂલ, અંબિકા સ્કૂલ, મંગલદીપ સ્કૂલ, સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ અને કે. આર. રાવલ હાઇસ્કૂલના શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. અમદાવાદ શહેર અને ગ્રામ્ય શિક્ષણ અધિકારીએ ટીમ મોકલીને આવા શિક્ષકો સામે કાર્યવાહી કરતાં અન્ય શિક્ષકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

ટ્યુશન ચલાવતા શિક્ષકોની અનેક ફરિયાદો શિક્ષણ અધિકારીને મળી હતી

અમદાવાદમાં ટ્યુશન ચલાવતા શિક્ષકોની અનેક ફરિયાદો શિક્ષણ અધિકારીને મળી હતી. જેને લઈને અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ તમામ સ્કૂલોને એક પરિપત્ર પાઠવીને કહ્યું હતું કે, કોઈ પણ સ્કૂલમાં શિક્ષકો ટ્યૂશન ન કરે તે જોવાની જવાબદારી જે તે સ્કૂલના આચાર્ય અને સંચાલકની છે. ટ્યૂશનના કિસ્સામાં ગ્રાન્ટેડ સ્કૂલોની ગ્રાન્ટ કાપ તથા નોંધણી રદ કરવા સુધીના પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત સ્કૂલમાં શિક્ષકોની ટ્યૂશન રજિસ્ટરમાં દર મહિને એન્ટ્રી કરવા સહિતના પગલાં લેવા માટે સૂચનાઓ અપાઈ છે.


  • Follow us on: