ભારત સરકારે સ્વચ્છતા સર્વેક્ષણ 2024ના રેકિંગ જાહેર કર્યા છે. જેમાં દેશના ટોપ ત્રણ શહેરોમાં અમદાવાદ શહેર પ્રથમ નંબરે આવ્યું છે. જ્યારે મધ્યપ્રદેશના ભોપાલનો બીજો નંબર આવ્યો છે. આ યાદીમાં ઉત્તર પ્રદેશના લખનઉએ 44મા સ્થાનેથી કૂદકો મારીને ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો છે. રાષ્ટ્રપતિ ભવનમાં 17 જુલાઈએ આયોજિત થનારા સન્માન સમારોહમાં રાષ્ટ્રપતિ દ્વારા આ શહેરોને એવોર્ડ એનાયત કરવામાં આવશે.


સ્વચ્છતા સર્વેક્ષણ 2024ના રેકિંગ જાહેર

ભારત સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2024ના રેકિંગ જાહેર કર્યા છે. આ વખતે આ રેકિંગમાં ઈંદોર, સુરત અને નવી મુંબઈ જેવા શહેરોએ પણ સફાઈમાં સારો દેખાવ કર્યો છે. આ શહેરોમાં સુપર સ્વચ્છતા લીગ નામની વિશેષ શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યાં છે. આ શ્રેણી ગત વર્ષે શરૂ કરવામાં આવી હતી. જેમાં સતત ત્રણ વર્ષ સુધી ટોપ ત્રણમાં રહેલા શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

2023માં સૂરત બીજા નંબરે હતુ

2023માં જાહેર કરાયેલા સ્વચ્છતા સર્વેક્ષણના પરિણામમાં મધ્યપ્રદેશનું ઈન્દોર દેશમા ટોપના સ્થાને હતું. જ્યારે ગુજરાતનું સૂરત બીજા નંબરે હતુ જ્યારે પાટણ શહેર આઠમા નંબરે હતું. અમદાવાદ શહેરને સ્વચ્છ બનાવવા માટે મહાનગર પાલિકા સહિત સંસ્થાઓ અને લોકોએ પણ જહેમત ઉઠાવી હતી. જે મહેનત રંગ લાવી છે. 2024માં અમદાવાદ શહેર સમગ્ર દેશમાં સ્વચ્છ શહેરોમાં પ્રથમ આવ્યું છે.


  • Follow us on: