અમદાવાદ શૈક્ષણિક ક્ષેત્રે સિદ્ધિના તમામ શિખરો સર કરી રહ્યું છે, તેમ દેશ તથા દુનિયામાં પોતાનું નામના બનાવી રહ્યું છે.આજે અમદાવાદના દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS)-બોપલના ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને તેમની ઉત્કૃષ્ટ શૈક્ષણિક સિદ્ધિઓ બદલ 99માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) મહોત્સવમાં એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જે વિદ્યાર્થીઓના શૈક્ષણિક જ્ઞાન તેમજ શિક્ષણ પ્રત્યેની શીખવાની ધગશ દર્શાવે છે.


ડૉ.લક્ષ્મણભાઈ અને IPS જયરાજસિંહ વાળાએ વિદ્યાર્થીઓને બિરદાવ્યા

ડૉ. લક્ષ્મણભાઈએ યુવા વિદ્યાર્થીઓની સિદ્ધિ માટે તેમની પ્રશંસા કરતા કહ્યું હતું કે, આ ઉપલબ્ધિ અને તે માટે વિદ્યાર્થીઓ દ્વારા દર્શાવવામાં આવેલ સમર્પણ અને દૃઢ નિશ્ચય, એ ખરેખર પ્રશંસનીય છે. તેઓ આપણા રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્યના પથપ્રદર્શક છે. સમારોહમાં IPS જયરાજસિંહ વાળાએ કહ્યું હતું કે,શૈક્ષણિક શ્રેષ્ઠતાને મજબૂત ચારિત્ર્ય અને મૂલ્યો સાથે જોડવી જોઈએ. હું તમામ માતા-પિતાને આગ્રહ કરું છું કે, તેઓ જીવનના દરેક તબક્કામાં તેમના બાળકોને જરૂરી માર્ગદર્શન અને સહકાર આપવામાં સક્રિય ભૂમિકા ભજવે.તેમણે વિદ્યાર્થીઓને તેમની સિદ્ધિ બદલ શુભેચ્છા પાઠવી હતી અને વધુ મહેનત કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. જે બાબત ખરેખરમાં વિદ્યાર્થીઓને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરશે.

DPS-બોપલના વિદ્યાર્થીઓની ધગશ અને સમર્પણ

DPS-બોપલ અમદાવાદ સ્કૂલ પ્રશાસન દ્વારા જવાબદારીપૂર્વક વિદ્યાર્થીઓના વ્યક્તિત્વના વિકાસ અને તેમની શૈક્ષણિક સહિત તમામ ઉપલબ્ધિઓની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે.આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની શ્રેષ્ઠતાની ઉજવણી કરવામાં આવી હતી.કાર્યક્રમમાં ABVPના ગુજરાત રાજ્ય પ્રમુખ ડૉ. લક્ષ્મણભાઈ અને IPS જયરાજસિંહ વાળા સહિત અન્ય અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


  • Follow us on: