અમદાવાદના નવા નરોડામાં બિલ્ડરના કારણે મકાનધારકોની હાલત કફોડી થઇ ગઇ છે અને અમદાવાદ કોર્પોરેશન દ્વારા તમામ મકાનધારકોને નોટિસ આપવામાં આવી છે. પાડાના વાંકે પખાલીને ડામ આપવા જેવો ઘાટ સર્જાયો છે


ધર્મદેવ ઇન્ફ્રાએ BU પરમિશન વગર જ મકાનો બાંધી નાંખ્યા હતા

નવા નરોડાના સ્વામિનારાયણ પાર્કના રહીશોને કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી છે કારણ કે બિલ્ડર ધર્મદેવ ઇન્ફ્રાએ BU પરમિશન વગર જ મકાનો બાંધી નાંખ્યા હતા

બિલ્ડર ધર્મદેવ ઇન્ફ્રાએ BU પરમિશન જ લીધી ન હતી

 બિલ્ડર ધર્મદેવ ઇન્ફ્રાએ BU પરમિશન ન લેતા તંત્રએ મકાન ધારકોને નોટિસ ફટકારી છે જેથી સ્વામિનારાયણ પાર્કના રહીશોને તંત્રની નોટિસ મળતા રહીશોની હાલત કફોડી થઇ ગઇ છે.

200 દુકાનદારોને ખાલી કરવા નોટિસ આપવામાં આવી

સ્વામિનારાયણ પાર્કમાં 200 દુકાનો અને 1600 મકાનો આવેલા છે અને તેમાં કોર્પોરેશન દ્વારા 200 દુકાનદારોને ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે. આગામી સમયમાં રહીશોને નોટિસ આપવામાં આવશે. ધર્મદેવ ઇન્ફ્રાએ BU પરમિશન ન લેતા રહીશો ચિંતામાં મુકાઇ ગયા છે.

14 વર્ષ બાદ દુકાનદારોને દુકાન ખાલી કરવાની તંત્રએ નોટિસ ફટકારી

14 વર્ષ બાદ દુકાનદારોને દુકાન ખાલી કરવાની તંત્રએ નોટિસ ફટકારી છે. બિલ્ડર ધર્મદેવ ઇન્ફ્રાએ અંદાજિત 5 કરોડની BU ફી ભરી નથી અને તેના કારણે મકાન લેનારાઓને ભોગવવું પડ્યું છે.

 કોર્પોરેશન એ BU પરમિશન વગર મકાન એલોકેટ કેમ કરવા દીધા તે મોટો પ્રશ્ન

રહીશોએ આ મામલે કોર્પોરેશનમાં અસંખ્ય વાર રજૂઆત કરવામાં આવી છે છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. કોર્પોરેશન એ BU પરમિશન વગર મકાન એલોકેટ કેમ કરવા દીધા તે મોટો પ્રશ્ન છો

  • Follow us on: