અમદાવાદમાં અકસ્માતોની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. શહેરના રોડ પર ખડકાયેલા દબાણો અને બોગસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે પણ અકસ્માતો સર્જાઈ રહ્યાં છે. શહેરમાં આનંદ નગર વિસ્તારમાં પ્રેરણાતીર્થ દેરાસર પાસે એક કારનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. સદનસીબે કાર ચાલકનો બચાવ થયો હતો.


કાર ચાલકને ડિવાઈડર નહીં દેખાતા અકસ્માત સર્જાયો

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના આનંદનગર વિસ્તારમાં પ્રેરણાતીર્થ દેરાસર પાસે એક કાર ચાલકને ડિવાઈડર નહીં દેખાતા અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે કારને ડિવાઈડર સાથે અથડાતા પલટી મારી ગઈ હતી. ભર ટ્રાફિકમાં આ બનાવ બનતાં લોકો દોડી આવ્યા હતાં. આ કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી મારી ગઈ તે ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી. સદનસીબે કાર ચાલકનો બચાવ થયો હોવાનું જાણવા મળ્યું હતું.

લોકોએ ડિવાઈડર પાસે સાઈનબોર્ડ મુકવા માગ કરી

આનંદ નગરમાં જે જગ્યાએ અકસ્માત થયો ત્યાંના સ્થાનિક લોકોએ ડિવાઈડર પાસે સાઈનબોર્ડ મુકવા માગ કરી છે. અનેક રજૂઆતો કર્યા બાદ પણ તંત્ર ઊંઘતુ જ રહ્યું છે. આવા અકસ્માતોની ઘટનાઓ રોજબરોજ સામે આવતી હોય છે પરંત તંત્રના પેટનું પાણી હાલતુ નથી. કાર પલટી મારી ગયા બાદ લોકો ભેગા થઈ ગયા હતાં. પાછળ આવનારા વાહનો પણ એક ઝાટકે રોકાઈ ગયા હતાં.


  • Follow us on: