મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં દ્વિ-દિવસીય ‘નેશનલ અર્બન કોન્ક્લેવ' તેમજ 'મેયરલ સમિટ'નો પ્રારંભ કરાવ્યો હતો.મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આ અર્બન કોન્કલેવ અને મેયરલ સમિટ અમદાવાદ માટે વિશેષ છે કેમ કે આજે સમગ્ર દેશ વડાપ્રધાનના માર્ગદર્શનમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે શહેરી વિકાસની તેમની તત્કાલીન વિચારધારાને આધુનિક વિકાસ સાથે કેવી રીતે જોડવી તે અંગે આ કોન્કલેવમાં ચિંતન-મંથન કરવામાં આવશે.
રિવરફ્રન્ટ દેશના અન્ય શહેરો માટે અર્બન ટ્રાન્સફોર્મેશનનું આદર્શ મોડેલ બન્યો













