આ કામે હકીકત એવી છે કે, આ કામના ફરીયાદીની ફાર્મા કંપનીમાં મીટરનાં લોડ વધારા માટે યુ.જી.વી.સી.એલ.ની વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી જે અંગેની ઓન લાઇન ફી ભરેલ. જે મીટર લોડ વધારાનું તમામ કામ પતાવી આપવા માટે વ્યવહાર પેટે આ કામના આરોપીએ ફરીયાદી પાસે રૂ.૧૫,૦૦૦/-ની લાંચની માંગણી કરેલ અને આજ રોજ આ લાંચની રકમ રૂ.૧૫,૦૦૦/- આપી જવા વાયદો કરેલ. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય. જેથી ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપતા ફરીયાદીની ફરીયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચ ના નાણા રૂ.૧૫,૦૦૦/- સ્વીકારી પકડાઇ જઇ ગુનો કર્યા બાબત.
આરોપી
ધનરાજ દિપકકુમાર પટેલ ઉ.વ.36, નોકરી–જુનિયર આસિસ્ટન્ટ (વર્ગ-૩), યુ.જી.વી.સી.એલ, ચાંગોદર સબ ડીવીઝન, રહે.સી/૨૧૦, પ્રણવ એપાર્ટમેન્ટ, સાઇબાબા મંદીરની પાછળ, સતાધાર, ધાટલોડીયા, અમદાવાદ.













