અમદાવાદના સરખેજમાં 15 વર્ષની સગીરાનું અપહરણ કરીને પ્રેમીએ મૃતદેહને કેનાલમાં નાખીને હત્યા કરી નાખી હોવાની વાત સામે આવી છે, આરોપી અજય ઠાકોર સામે નોંધાઈ ફરિયાદ અને પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મૃતકને ગળાના અને મોઢાના ભાગે ઈજા પહોંચી હતી અને પોલીસે સમગ્ર મામલાને લઈ તપાસ શરૂ કરી છે,


સરખેજ વિસ્તારની કેનાલમાંથી મળી લાશ

સરખેજના નરીમનપુરા કેનાલમાં એક મૃતદેહ પાણીમાં તરી રહ્યો હતો અને પોલીસને આ મામલે જાણ થતા પોલીસ પહોંચે છે અને પોલીસની શંકા સાચી પડે છે, મૃતદેહને બહાર કાઢવામાં આવે છે ત્યારબાદ મોઢા અને હાથના ભાગને મૃતકને ઈજા પહોંચેલી હતી જેના કારણે પોલીસને પણ જાણ થઈ કે આ કોઈ આપઘાતની ઘટના નથી પરતું આ હત્યાની ઘટના છે, પોલીસે પણ મૃતકના પરિજનોને જાણ કરી હતી અને મૃતદેહને પીએમ માટે મોકલ્યો છે.

અજય ઠાકોર નામના યુવકે કરી હત્યા

સમગ્ર ઘટનાની જાણ થતા પરિજનો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આ ઘટનામાં વાત સામે આવી છે, કે મૃતક થોડા સમય પહેલા તેના પ્રેમી અજય ઠાકોર સાથે રહેતી અને પરિવાર આ પ્રેમ સંબધને લઈ રાજી નહી હોવાથી અલગ જગ્યાએ રહેતો હતો અને સગીરા પણ કોઈને કહ્યાં વિના પ્રેમી જોડે પહોંચી ગઈ હતી. મૃતદેહને પીએમ માટે પોલીસે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, આરોપી પ્રેમી ઝડપાશે ત્યારે હત્યાને લઈ વધુ ખુલાસા થઈ શકે છે.


  • Follow us on: