મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના સોલા વિસ્તારમાં અધિષ્ઠાન શ્રેયા સોસાયટીમાં પહોંચ્યા હતાં. સ્થાનિકોએ ખરાબ રોડ, ગટર, પાણી જેવી અનેક સમસ્યાઓની ફરિયાદ મુખ્યમંત્રીને કરી હતી. આ ઉપરાંત દબાણ, ફૂટપાથ, સ્પીડ બ્રેકરને લઇને પણ રજૂઆત કરવામાં આવી હતી. સાયન્સ સિટીના કોર્પોરેટર નિષ્ક્રિય હોવાની ફરિયાદ પણ કરી હતી. મુખ્યમંત્રીએ સમસ્યાના નિરાકરણ માટે બાંહેધરી આપી હતી.


ફરિયાદોના નિવારણ માટે પણ ચર્ચા કરી

તાજેતરમાં મુખ્યમંત્રી અચાનક સચિવાલયના કેટલાક વિભાગોમાં પહોંચ્યા હતાં. તેમણે સાંજે અચાનક જ ગાંધીનગરના સહયોગ સંકુલની મુલાકાત લીધી હતી.ગટર અને પાણી પુરવઠા બોર્ડની કચેરી તથા રેરાની ઓફિસમાં સરપ્રાઈઝ મુલાકાત કરતાં અધિકારીઓ દોડતા થઈ ગયા હતાં. મુખ્યમંત્રીએ ત્યાં હાજર અરજદારો અને અધિકારીઓની વાતો સાંભળી હતી. તેમણે ફરિયાદોના નિવારણ માટે પણ ચર્ચા કરી હતી.

સોલા વિસ્તારમાં અધિષ્ઠાન શ્રેયા સોસાયટીમાં પહોંચ્યા મુખ્યમંત્રી

મુખ્યમંત્રીએ અમદાવાદના સોલા વિસ્તારમાં અધિષ્ઠાન શ્રેયા સોસાયટીમાં પહોંચ્યા હતાં. તેમના આગમન પહેલા લોકો તેમને વધાવવા માટે ભેગા થયા હતાં. સ્થાનિક લોકોએ મુખ્યમંત્રીને પાયાની સુવિધાઓ મુદ્દે રજૂઆતો કરી હતી. જેમાં ખરાબ રોડ, ગટર, પાણી, દબાણ, ફૂટપાથ, સ્પીડ બ્રેકરને લઇને મુખ્યમંત્રીને લોકોએ ફરિયાદ કરી હતી. મુખ્યમંત્રીએ લોકોની ફરિયાદો સાંભળ્યા બાદ તેના નિરાકરણ માટે બાંહેધરી આપી હતી. આ ઉપરાંત એક સામાજિક કાર્યકરે મુખ્યમંત્રીને સાયન્સ સિટીના કોર્પોરેટર નિષ્ક્રિય હોવાની ફરિયાદ કરી હતી.


  • Follow us on: