પીએમ કિસાન ઉત્સવ દિવસ નિમિત્તે ગુજરાતના બાવન લાખથી વધુ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 20મા હપ્તા હેઠળ કુલ રૂ. 1118 કરોડથી વધુની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ યોજનાના લાભોના વિતરણ માટેનો કાર્યક્રમ અમદાવાદ જિલ્લાના પીરાણા તીર્થધામ ખાતે રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં યોજાયો હતો.


 પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 20મા હપ્તો

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના વારાણસીથી સમગ્ર દેશમાં યોજાયેલા આવા કાર્યક્રમોમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરથી ગુજરાતના વિવિધ જિલ્લા અને તાલુકામાં આયોજિત કાર્યક્રમોમાં વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. અમદાવાદ જિલ્લાના કુલ- 1,74,530 ખેડુતોને કુલ રૂ. 37.74 કરોડ જેટલી રકમ સીધા તેમણે ખાતામાં જમા કરવામાં આવી છે.

અમદાવાદ જિલ્લાના કુલ- 1,74,530 ખેડુતોને કુલ રૂ. 37.74 કરોડની સહાય

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ અમદાવાદના પીરાણા ખાતે ઉપસ્થિત ખેડૂતોને સંબોધતા જણાવ્યું કે, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને ખેડૂતોના જીવન નિર્વાહ સુધારવા માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાવી. મંત્રીએ વધુમાં જણાવ્યું કે આ યોજના હેઠળ, કોઈપણ વચેટિયા વગર, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે સહાય સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે. ગામની સહકારી મંડળીઓ દ્વારા 22 પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, 'ડ્રોન દીદી' જેવા પ્રોજેક્ટ્સ થકી ગ્રામીણ મહિલાઓ પણ આત્મનિર્ભર બની રહી છે.

  • Follow us on: