અમદાવાદમાં જર્મન શેફર્ડ શ્વાને બાળક પર હુમલો કર્યો છે અને મણિનગરમાં શરણમ એલિગન્સમાં આ ઘટના બની છે, સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને જે બાળક પર શ્વાને હુમલો કર્યો છે તેમના પરિજનોનું કહેવું છે કે, આજ અમારા છોકરા પર હુમલો થયો છે તો કાલે સોસાયટીના બીજા છોકરા પર હુમલો શ્વાન કરી શકે છે.
અમદાવાદ મનપાનો પાલતુ શ્વાન મુદ્દે મહત્વનો નિર્ણય લીધો છે
રખડતા પશુઓ ઉપર અંકુશ બાદ હવે શહેરમાં રખડતા અને પાલતુ શ્વાન માટે નોંધણી કરાવવી ફરજિયાત બની છે. 1 જાન્યુઆરી 2025 થી 90 દિવસમાં રજિસ્ટ્રેશન કરાવવાનો નિયમ કોર્પોરેશને કર્યો છે. રખડતા શ્વાનના રજિસ્ટ્રેશન બાદ વેકસીનેશનથી લઈ શ્વાનના હરવા ફરવા સુધીના ધારાધોરણનો માલિકોએ અમલ કરવો પડશે. પશુઓની જેમ શ્વાનને પણ RFID ટેગ દ્વારા ઓળખ આપવામાં આવશે. અમદાવાદ મનપા RFID ટેગની અન્ય માહિતીમાં શ્વાનના માલિકોની વિગત એકત્ર કરશે.













