અમદવાદમાં ખેલૈયાઓ માટે ખુશીના સમચાર. નવરાત્રિ તહેવારનો આનંદ વધુ બમણો થશે. નવરાત્રિ તહેવારને પગલે મેટ્રોના સમયમાં વધારો કરવાનો તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત 26 સપ્ટેમ્બરથી 1 ઓક્ટો. સુધી નવરાત્રિ દરમ્યાન રાત્રે 2 વાગ્યા સુધી મેટ્રો ચાલુ રહેશે. રાત્રે 10.00 વાગ્યા બાદ દર 30 મિનિટે મેટ્રો મળશે. શહેરમાં મેટ્રોની શરૂઆત પ્રજા માટે મોટી સુવિધા બની છે. તહેવાર હોય કે પછી ક્રિકેટ મેચ જરૂરિયાત લાગતા મેટ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવતા હોય છે.


ખેલૈયાઓમાં ખુશીની લહેર

મેટ્રોના સમયમાં વધારો કરાતો ખેલૈયાઓમાં ખુશીની લહેર જોવા મળી. શહેરમાં વસ્ત્રાલ ગામથી થલતેજ સુધી દર 30 મિનિટે મેટ્રો મળશે. કોટેશ્વર રોડથી APMC સુધી દર 30 મિનિટે અને મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર માટે દર 1 કલાકે મેટ્રો મળશે. ઉલ્લેખનીય છે કે 22 સપ્ટેમ્બરથી નવલી નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદમાં પ્રાચીન અર્વાચીન ગરબાથી લઈને આધુનિક ગરબા સ્ટાઈલ યુવાનોમાં ટ્રેન્ડ છે. સોસાયટીઓ અને વિવિધ પાર્ટી પ્લોટમાં નવરાત્રિ ગરબાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના ગીતા રબારી, કિંજલ દવે, ઐશ્વર્યા મજુમદાર, ર્કિતીદાન ગઢવી, આદિત્ય ગઢવી સહિતના લોકપ્રિય કલાકારો પોતાના શાનદાર અવાજથી ખેલૈયાઓને મોજ કરાવી રહ્યા છે.

શહેરમાં નવરાત્રિને લઈને પોલીસ સુસજ્જ

અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં નવરાત્રિના પ્રથમ દિવસે CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે વાઇબ્રન્ટ નવરાત્રીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગુજરાત ટૂરિઝમ દ્વારા શહેરમાં વાઇબ્રન્ટ નવરાત્રીનું આયોજન કરાયું છે. ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રીએ નવરાત્રિના આ તહેવારોમાં દાંડિયાથી લઈને આભૂષણો, પ્રસાધન સહિતની જે વસ્તુઓ સ્વદેશી બનાવટની હોય તેનો જ ઉપયોગ કરીને આત્મનિર્ભર ભારત માટેના વડાપ્રધાને આપેલા આહવાનને ઝીલી લેવા અનુરોધ કર્યો હતો. નવરાત્રિમાં અનિચ્છનીય ઘટના ના બને માટે અને લોકોની સુરક્ષાને લઈને શહેર પોલીસ સુસજ્જ છે.

  • Follow us on: