ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય સામે HRDCના ડાયરેક્ટરે ગંભીર આક્ષેપો કર્યાં છે. સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરિયાએ લાંચ માંગી હોવાનો ડાયરેક્ટરે આક્ષેપ કર્યો છે. UGC ગ્રાન્ટના 75 લાખની માગ કરાઇ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ડાયરેક્ટરે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, લાંચ ન આપે તો નુકસાન પહોંચાડવાની ધમકી આપી હતી. ગ્રાન્ટમાંથી આવતા પૈસા આપવા દબાણ કર્યાનો આક્ષેપ કરાયો છે.
શ્વેતલ સુતરિયાએ UGC માંથી આવતી ગ્રાન્ટમાંથી 75 લાખ માંગ્યા













