રાજ્યમાં અનેક સરકારી કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા હડતાલ કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદમાં નિવૃત બેન્કકર્મીઓની ભૂખ હડતાળ કરવાનો મામલો સામે આવ્યો છે. આ નિવૃત કર્મચારીઓએ પેન્શનના યોગ્ય લાભ નહી મળતા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. નિવૃત બેન્કકર્મીઓ બત્રીસી ભવનમાં ધરણા પર બેઠા છે. રાષ્ટ્રીયકૃત બેંકોના પેન્શનર્સ આ હડતાળમાં જોડાયા છે. પેન્શનમાં વિશેષ ભથ્થાનો સમાવેશ કરવાની માગ કરી રહ્યા છે.


રાષ્ટ્રીયકૃત બેંકોના પેન્શનર્સ આ હડતાળમાં જોડાયા

અમદાવાદમાં નિવૃત બેન્કકર્મીઓ ભૂખ હડતાળ ઉતર્યા છે. આ નિવૃત બેન્કકર્મીઓને બત્રીસી ભવન ખાતે ધરણા કરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. નિવૃત બેન્કકર્મીઓને પેન્શનના યોગ્ય લાભ ન મળતા હોવાના આક્ષેપ સાથે વિરોધ કરી રહ્યા છે. રાષ્ટ્રીયકૃત બેંકોના પેન્શનર્સ હડતાળમાં મોટી સંખ્યામાં જોડાયા છે. આ બેન્કકર્મીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. પેન્શનર્સ આ હડતાળમાં જોડાઈને સરકાર સમક્ષ પોતાની રજૂઆત કરી રહ્યા છે કે, તેમને પેન્શનના યોગ્ય લાભ ન મળતા યોગ્ય ન્યાય આપવામાં આવે.

નિવૃત બેન્કકર્મીઓની માગ

નિવૃત બેન્કકર્મીઓની માગ છે કે, સમયાંતરે પેન્શન અપગ્રેડેશન કરવામાં આવે, પેન્શનમાં વિશેષ ભથ્થાનો સમાવેશ કરવામાં આવે, તબીબી વીમા પ્રીમિયમની ભરપાઈ થાય, એસબીઆઈના પેંશનરો માટે સમાનતા હોવી જોઈએ, ખાનગી બેંક પેન્શનરો માટે એક્સ-ગ્રેસીયો નક્કી કરવામાં આવે, પેન્શનરોના સંગઠનો માટે વાટાઘાટોનો અધિકાર હોવો જોઈએ તેમજ મોંઘવારી ભથ્થામાં સુધારો કરવામાં આવે તેવી વિવિધ માંગો સાથે નિવૃત બેન્કકર્મીઓ પેન્શન સહિતની માંગો સાથે વિરોધ કરી રહ્યા છે.


  • Follow us on: