અમદાવાદના ચંડોળામાં AMCએ તમામ ગેરકાયદે દબાણો તોડી પાડ્યા છે અને હવે કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે.85 હજારથી વધુ રહેણાંક-કોમર્શિયલ દબાણો ઉપરાંત 24થી વધુ ધાર્મિક સ્થળોને દૂર કરાયા છે.કુલ 10.92 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ છે. બીજા તબક્કામાં 8 હજાર જેટલા બાંધકામ દૂર કરાયા છે. આ કામગીરી દરમિયાન 18 અસરગ્રસ્તોએ ગુજરાત હાઇકોર્ટમાં ડીમોલેશન પર રોક લગાવવા અરજી કરી હતી.


અરજી ટકવાપત્ર ન હોવાની હાઇકોર્ટે નોંધ લીધી હતી

અમદાવાદના ચંડોળાના 18 અસરગ્રસ્તોએ ડીમોલેશન પર રોક લગાવવા હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અરજી સંદર્ભે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે કહ્યું હતું કે, ગેરકાયદે બાંધકામ દૂર કરવા જરૂરી છે.અરજી ટકવાપત્ર ન હોવાની હાઇકોર્ટે નોંધ લીધી હતી. અરજદારો દ્વારા 4 મુદતથી કોઈ જવાબ રજૂ ન કરતા કોર્ટે અરજીનો નિકાલ કર્યો હતો. અગાઉ પણ ગુજરાત હાઈકોર્ટે ચંડોળા ડીમોલેશન પર રોક લગાવવાની અરજી ફગાવી હતી.

હાલમાં તળાવમાં લાખો લીટર પાણીનો સંગ્રહ

ચંડોળામાં તળાવની આસપાસ ગેરકાયદે ઉભી થયેલી વસાહતોને કારણે તળાવ સુકાઈ ગયું હતું. તંત્ર દ્વારા તળાવની ફરતે ઉભા થયેલા ગેરકાયદે બાંધકામોને તોડી નંખાયા બાદ ચંડોળા તળાવની સાફ સફાઈ કરવામાં આવી હતી. હવે ચોમાસાની સિઝન જામી છે. જેથી તંત્ર દ્વારા વર્ષોથી સુકાઈ ગયેલા ચંડોળા તળાવને ફરીથી ભરવામાં આવ્યું છે. તળાવમાં ગેરકાયદે બાંધકામો દૂર થયા બાદ જળસંચય વધ્યો છે. હાલમાં તળાવમાં લાખો લીટર પાણીનો સંગ્રહ થયો છે.


  • Follow us on: