અમદાવાદમાં AMTSમાં મુસાફરી કરતા સિનિયર સિટીઝનને મહાનગર પાલિકા દ્વારા રાહત આપવામાં આવી છે. અગાઉ સિનિયર સિટિઝનોને બસમાં મુસાફરી કરવા માટે કાર્ડ કઢાવવા લાંબી લાઇનોમાં ઉભા રહેવું પડતું હતું. વૃદ્ધ લોકોને કાર્ડ કઢાવવા માટે હાલાકીનો સામનો કરવો પડતો હતો. જેથી હવે AMC ઘરે સિનિયર સિટીઝન કાર્ડ પહોંચાડશે. જેનાથી 2.76 લાખ સિનિયર સિટીઝનને લાભ મળશે.
સિનિયર સિટીઝનો માટે મહત્વનો નિર્ણય લીધો













