ગુજરાત હાઈકોર્ટમાં રખડતા ઢોર અને ટ્રાફિક મુદ્દે સુનાવણી યોજાઈ હતી. આ મુદ્દે કોર્ટે સરકારને ટકોર કરી હતી કે, રાજ્યમાં ખાસ કરીને મોટા શહેરોમાં રોડ પર પાર્કિંગ અને રોંગ સાઈડ ડ્રાઈવિંગની સમસ્યા વધી રહી છે. ટુ વ્હિલર ચાલકો સિગ્નલનો ભંગ કરે છે. કોર્ટે પોલીસને અમદાવાદ શહેરના અમુક વિસ્તારોમાં ટ્રાફિક અને પાર્કિંગ મુદ્દે ડ્રાઈવ ચાલુ રાખવા આદેશ કર્યો હતો.
અમુક વિસ્તારોમાં ડ્રાઇવ કરવા પોલીસને કોર્ટનો આદેશ
હાઈકોર્ટે અમદાવાદ પોલીસને રોંગ સાઈડ ડ્રાઈવ, પાર્કિંગ અને ટ્રાફિકને લઈને આદેશ કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, અમદાવાદ શહેરમાં સરખેજ ગાંધીનગર હાઈવે, સીજી રોડ, જજીસ બંગલો, નારણપુરા, ઘાટલોડિયા અને વાડજ સર્કલથી દૂધેશ્વર રોડ પર ડ્રાઈવ ચાલુ રાખો. આ વિસ્તારોમાં ટ્રાફિક અને પાર્કિંગની ગંભીર સમસ્યાઓ છે. આ ઉપરાંત ગાંધીનગરના ઉવારસદમાં રખડતા ઢોરોનો ત્રાસ છે.













