ગુજરાતમાં રોડ રસ્તા ,રખડતા ઢોર અને ટ્રાફિક મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં રોંગ સાઈડમાં જતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા કોર્ટે અગાઉ આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, કોઈ પણ અધિકારી હોય જો તે નિયમોનો ભંગ કરે તો તેની પણ ગાડી જપ્ત કરો. આજે કોર્ટ પોલીસની કામગીરીથી લાલઘૂમ થઈ હતી. રોંગ સાઈડમાં પસાર થતા વાહનચાલકોના વાહનો જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો.
પોલીસની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી
હાઈકોર્ટે પોલીસની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું હતું કે, રોંગ સાઇડ વાહનચાલકો સામે પોલીસ એક્શન નથી લેતી. રીંગ રોડ પર ફરતા ભારે વાહનો સામે કાર્યવાહી કરો.માત્ર દંડ ઉઘરાવવાથી અકસ્માત બંધ નહી થાય.ક્યારેક તો હાઇકોર્ટ હેલ્પલેસ બની જાય છે.બોપલ વિસ્તારમાં દબાણનો ઇસ્યુ છે.બોપલમાં રોડના 50 ટકા ભાગ પર વાહનો પાર્ક હોય છે. રોંગ સાઇડ વાહન ચાલવી ટ્રાફિકના નિયમ તોડે છે તેના વ્હીકલ જપ્ત કરો. માતા બાળકો સાથે વાહનો પર રોંગ સાઈડ ડ્રાઈવ કરે છે આ પ્રકારની ટેવનું શું કરશો.
હાઈકોર્ટમાં સરકારનો જવાબ
હાઈકોર્ટે સરકાર અને પોલીસને કહ્યું હતું કે, રીંગ રોડ પર રોંગ સાઈડ વાહનો આવે છે પોલીસ અધિકારી તેમના પર એક્શન લેતા નથી જવાબદારી ફિક્સ કરવા આદેશ કર્યો હતો. રાજ્ય સરકારે કોર્ટમાં જવાબ આપતાં કહ્યું હતું કે, આગામી સાત દિવસમાં 28 વાહનો જપ્ત કરવામાં આવ્યાં છે. દરેક ટ્રાફિક પોલીસ સ્ટેશને સ્કૂલો એડોપ્ટ કરી છે.સ્કૂલમાં જઈને ટ્રાફિક વિશે જાગૃતતા લાવી રહ્યા છે. બોપલ,ઘુમામાં પોલીસ-કોર્પોરેશન કામ કરી રહ્યું છે.