અમદાવાદ માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ દ્વારા નાગરિકોની સલામતી અને સુગમતા સુનિશ્ચિત કરવા માટે યુદ્ધના ધોરણે માર્ગ સમારકામની કામગીરી કરવામાં આવી રહી છે.અમદાવાદ નજીક રાજ્ય ધોરીમાર્ગ પરના ક્ષતિગ્રસ્ત ભાગોને ઉચ્ચ ગુણવત્તાવાળા ડામર પેચવર્ક દ્વારા સફળતાપૂર્વક રિપેર કરવામાં આવ્યા છે. વિભાગની આ કામગીરી ત્વરિત અને ગુણવત્તાયુક્ત સમારકામ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.


મુસાફરીના સમય અને ઈંધણનો પણ બચાવ થશે

અમદાવાદ જિલ્લાના 153 કરોડના ખર્ચે બગોદરા, ફેદરા ધંધુકા રોડ 82/30 થી 117/50 કિલોમીટર (ફેદરા થી તગડી સુધી) પર ચાર માર્ગીયકરણની કામગીરી આખરી તબક્કામાં પ્રગતિ હેઠળ છે. જે પૂર્ણ કર્યાબાદ અમદાવાદથી બોટાદ તથા ભાવનગર જિલ્લા તરફ મુસાફરી કરતા વાહનચાલકોની સુગમતામાં વધારો થશે તેમજ મુસાફરીના સમય અને ઈંધણનો પણ બચાવ થશે.

મરામત કામગીરી નિર્ધારિત સમયમાં પૂર્ણ કરાશે

માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગુણવત્તાયુક્ત કામગીરી સુનિશ્ચિત કરીને બાકી રહેલી તમામ મરામત કામગીરી નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ કરવા માટે તંત્ર કટિબદ્ધ છે, જેથી પ્રજાજનોને સુગમ અને સુરક્ષિત પરિવહનની સુવિધા મળી રહે.


  • Follow us on: