અમદાવાદમાં મનપાના બિલ્ડિંગને રિનોવેશન કરવામાં આવશે. જે બિલ્ડિંગમાં સરદાર પટેલ બેસતા હતા તે બિલ્ડિંગનું રિનોવેશન કરવામાં આવશે. મળેલી પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે. મનપા 10 કરોડના ખર્ચે રિનોવેશન કામગીરી કરશે. જેમા હેરિટેજ લુક સાથે રિનોવેશન કામગીરી કરવામાં આવશે. રિનોવેશનની સાથે બિલ્ડિંગમાં મ્યુઝિયમ પણ બનશે તેમજ સરદાર પટેલ બેસતા હતા ત્યાં હોલોગ્રામ ઇમેશ બનાવવામાં આવશે.


આ બિલ્ડિંગમાં મ્યુઝિયમ પણ બનશે

અમદાવાદ મનપાના જૂના બિલ્ડિંગને રિનોવેશન કરાશે. સરદાર પટેલ જે બિલ્ડિંગમાં બેસતા હતા તે બિલ્ડિંગનું રિનોવેશન કરી હેરિટેજ લુક આપવામાં આવશે. આ બિલ્ડિંગમાં મ્યુઝિયમ પણ બનશે. પહેલા જે રીતે કામગીરી થતી હતી તે જ પધ્ધતિ સાથેની પ્રદર્શની પણ તૈયાર કરવામાં આવશે. જે ખુરસી પર સરદાર સાહેબ બેસતા ત્યાં હોલોગ્રામ ઈમેજ પણ તૈયાર કરવામાં આવશે. આ તમામ રિનોવેશન કામગીરીમાં મનપા દ્વારા રૂપિયા 10 કરોડનો ખર્ચે કરવામાં આવશે.

રિનોવેશન કામગીરી

આવી જ રીતે વડોદરામાં પણ વડોદરાના ઐતિહાસિક લાલ કોર્ટ અને ન્યાય મંદિરનું રિનોવેશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઐતિહાસિક લાલકોર્ટ અને ન્યાય મંદિરના રિનોવેશન માટે કુલ રૂ. 71 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું હતો. પ્રાચીન અને ઐતિહાસિક સ્થળ એવા લાલ કોર્ટ અને ન્યાય મંદિરના રિનોવેશનની કામગીરી ત્રણ તબક્કામાં કરવામાં આવી હતી.


  • Follow us on: