અમદાવાદ કોર્પોરેશને ફરી એક વાર બુદ્ધીનું પ્રદર્શન કર્યું છે. કોર્પોરેશનના રોડ બનાવતા કોન્ટ્રાક્ટરે સહેજ પણ બુદ્ધીનો ઉપયોગ કર્યા વગર જ આશ્રમ રોડ પર બે ગાડી પાર્ક કરેલી હતી તે ગાડી હટાવ્યા વગર બાકીના રસ્તા પર ડામરનો નવો રોડ બનાવી દીધો છે.
કોન્ટ્રાક્ટરોએ બુદ્ધીનું દેવાળુ ફૂંક્યું
કોર્પોરેશનના ઇજનેરો અને કોન્ટ્રાક્ટરોએ બુદ્ધીનું દેવાળુ ફૂંક્યું હોય તેવી તસવીરો આશ્રમ રોડ પર જોવા મળી છે. જ્યાં રસ્તા પર બે ગાડી પાર્ક થયેલી અની અને રસ્તો નવો બની રહ્યો હતો પણ કોન્ટ્રાક્ટરે ગાડીઓને પાર્ક કરેલી હાલતમાં રાખી દઇને બાકીના રસ્તા પર નવો રોડ બનાવી દીધો હતો.
કોન્ટ્રાક્ટરે રસ્તા પર પાર્ક કરાયેલી 2 ગાડીને પણ હટાવાની તસ્દી લીધી ન હતી
હોંશિયાર કોન્ટ્રાક્ટરે રસ્તા પર પાર્ક કરાયેલી 2 ગાડીને પણ હટાવાની તસ્દી લીધી ન હતી. જો કોન્ટ્રાક્ટરે બે ગાડી હટાવડાવી હોત તો આખો રસ્તો નવો બની ગયો હોત પણ ગાડી ના હટાવતા રસ્તા પર રીતસર જોવા મળે છે કે તે ભાગ પર નવો રસ્તો બન્યો જ નથી.
રસ્તામાં રીતસર 2 ખાડા જોવા મળે છે જ્યાં એક તરફ નવો રસ્તો બનેલો છે
રસ્તામાં રીતસર 2 ખાડા જોવા મળે છે જ્યાં એક તરફ નવો રસ્તો બનેલો છે અને બે સ્થળો પર રસ્તો બનાવાનું છોડી દેવાયું છે. લોકો પણ કોન્ટ્રાકટરે કરેલા બુદ્ધીના પ્રદર્શનને જોઇને અચંબામાં મુકાઇ ગયા છે.
2 ગાડી હટાવવી તે કોઇ મોટું કામ ન હતું
નવો રોડ બનાવવાની કામગિરી માટે રસ્તામાં પાર્ક કરાયેલી 2 ગાડી હટાવવી તે કોઇ મોટું કામ ન હતું, કોન્ટ્રાક્ટરે ગાડી ચાલકને વિનંતી કરી હોત તો પણ તેણે ગાડી હટાવી દીધી હોત પણ કોન્ટ્રાક્ટરે આવું કર્યું ન હતું અને તેથી જ તે સ્થળ પર નવો રસ્તો બની શકોય નથી.
કોઇપણ ભોગે કામ પુરુ કરવું તે લક્ષ્યાંક
કોઇપણ ભોગે કામ પુરુ કરવું તે લક્ષ્યાંક રાખનારા કોન્ટ્રાક્ટરો ગુણવત્તાવગરનું કામ તો કરે જ છે પણ આ રીતે કામમાં વેઠ પણ ઉતારે છે. નવાઇની વાત એ છે કે કોર્પોરેશનના જવાબદાર ઇજનેરો કે વોર્ડ ઓફિસરે આ સ્થળની મુલાકાત પણ લીધી ન હતી કારણ કે જો મુલાકાત તેમણે લીધી હોત તો કોન્ટ્રાક્ટરે કરેલી હોંશિયારી તેમના ધ્યાન પર ચોક્કસ આવી ગઇ હોત.