અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી ટેક્સ વિભાગની બેદરકારીને કારણે લોકો હેરાન પરેશાન થઇ રહ્યા છે. જેના કારણે તંત્ર દ્વારા એક પગલું ભરવામાં આવ્યુ છે. હવે ટેક્સ વિભાગના ઇન્સ્પેક્ટરને એક ટેબ્લેટ આપવામાં આવશે.


ટેક્સ વિભાગની બેદરકારી

મળતી માહિતી પ્રમાણે છેલ્લા ઘણા સમયથી ટેક્સને લઇને સ્થાનિકો હેરાન પરેશાન થઇ રહ્યા છે. અનેક વખત ઉંચા બિલો સ્થાનિકોને પકડાવવામાં આવે છે. જેને કારણે સામાન્ય જનતાને આટલાં અધ્ધ રૂપિયાના બિલો આવતા ટેક્સ વિભાગના કર્મચારીઓની કામગીરી પર પણ ગંભીર સવાલો ઉભા થયા છે. રહેણાક મકાનને કોર્મશિયલ બતાવી મસમોટા બિલો લોકોને મોકલવામાં આવે છે જેને કારણે હવે તંત્ર આ બેદરકારીને રોકવા માટે ઇન્સ્પેક્ટરને ટેબ્લેટ આપશે.

220 ટેબ્લેટ ઇન્સ્પેક્ટરોને અપાયા

મહત્વનુ છે કે આ પહેલા અનેક વખત ઉંચા ટેક્સ બિલોની ફરિયાદ સામે આવી છે. પહેલા જ્યારે પણ કોઇને ઉંચુ બિલ આવતુ તો લોકો કચેરીના ધક્કા ખાતા ત્યારે આ બિલ રદ્દ કરી નવુ બિલ આવતુ અને પછી બિલ ભરાતુ. હવે આવા કિસ્સાઓ ઓછા બને તે માટે ઇન્સ્પેક્ટર ટેબ્લેટ સાથે સ્થળ તપાસ પર જશે જેમાં લોકેશન ફોટો અને આકરણીની વિગતો લેશે અને બાદમાં જો કોઇ ફરિયાદ હશે તો તેનો નિકાલ કરવામાં આવશે.હાલ એએમસી દ્વારા 220 ટેબ્લેટની ખરીદી કરીને ઇન્સ્પેક્ટરોને વિતરણ કરવામાં આવ્યા છે .

  • Follow us on: