અમદાવાદ શહેરમાં આજે તા.૦૫/૦૯/૨૦૨૫ના રોજ ઇદે મિલાદ ઝુલુસ નિમીત્તે હું, જી.એસ.મલિક, IPS, પોલીસ કમિશનર, અમદાવાદ શહેર, મને ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની પેટા કલમ ૩૩ (૧) (બી) (સી) અંતર્ગત મળેલી સત્તા અન્વયે અમદાવાદ શહેરમાં તા.૦૫/૦૯/૨૦૨૫ના રોજ ઈદે મિલાદ ઝુલુસ નિમીત્તે વાહન વ્યવહારના સરળ નિયમન માટે નીચે મુજબનો હુકમ કરૂ છું.


અમદાવાદ શહેરમાં આ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ રહેશે

અમદાવાદ શહેરમાં જમાલપુર હેબતખાનની મઝીદ જમાલપુર દરવાજા પાસેથી બપોરે 2 વાગે ઝુલુસ નીકળી જમાલપુર ચકલા થઇ જે.એલ. હાઇસ્કુલના રસ્તે થઈ ખાસ બજાર કોલસા ગલી થઇ પથ્થરકુવા રીલીફ રોડ થઇ લાલદરવાજા વીજળીઘર થઇ દિનબાઇ ટાવર થઇ મિરઝાપુર કુરેશી ચોકમાં જશે. જે દરમિયાન નીચે મુજબના રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ રહેશે.

આ રોડ પર અવન-જવન નહી કરી શકાય

૧. જમાલપુર ચાર રસ્તાથી ખમાસા તરફ આવ જા કરી શકાશે નહી.

૨. રાયખડ ચાર રસ્તાથી ગોળ લીમડા સુધીનો રોડ વાહન વ્યવહાર બંધ રહેશે.

૩. પાનકોર નાંકાથી લાલ દરવાજા સુધીનો રોડ વાહન વ્યવહાર બંધ રહેશે.

૪. ઘી-કાંટા ચાર રસ્તાથી વિજળીઘરથી લાલદરવાજા તરફનો રોડ વાહન વ્યવહાર માટે બંધ રહેશે.

૫. દિલ્હી ચકલાથી મિરઝાપુર રોડ થી લકી હોટલથી વિજળીઘર તરફ આવ-જા કરી શકાશે નહી.

એ.એમ.ટી.એસ.બસો :-

લાલ દરવાજાથી મિરઝાપુર થઇ દિલ્હી દરવાજા સુધી આવ-જા કરી શકાશે નહી.

લાલ દરવાજા થી રાયખડ થઇ ખમાસા થઇ આસ્ટોડીયા દરવાજા તરફ આવ-જા કરી શકાશે નહીં.

વૈકલ્પિક રુટ :-

લાલ દરવાજાથી રૂપાલી સિનેમા કામા હોટલથી શાહપુર ચાર રસ્તા થઇ દિલ્હી દરવાજા તરફ આવ-જા કરી શકાશે.

એ.એમ.ટી.એસ. બસો લાલ દરવાજા રાયખડથી જમણી બાજુ વળી ગાયકવાડ હવેલી થઇ જમાલપુર ચાર રસ્તા થઇ સ્લોટર હાઉસ ગીતામંદીથી આસ્ટોડીયા તરફ આવ-જા કરી શકાશે. આ હુકમ સદર કાર્યક્રમ સાથે સંકળાયેલ પોલીસ વિભાગની પુર્વ મંજુરી મેળવેલા વાહનો, કરજમાં રોકાયેલા સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સના વાહનો તેમજ આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવર- જવર કરનારને આ જાહેરનામું લાગુ પડશે નહી.

જાહેરનામાનો ભંગ કરશો તો ફરિયાદ નોંધાશે

આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૩૩ની જોગવાઇ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને તા.૦૫/૦૯/૨૦૨૫ ના બપોર કલાક ૧૪.૦૦ થી ઝુલુસ પુર્ણ ન થાય ત્યાં સુધી કરવાનો રહેશે. આ જાહેરનામાના આદેશોનું ઉલ્લંઘન કરનાર ઇસમ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ-૨૨૩ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે અમદાવાદ કમિશ્નરેટમાં ફરજ બજાવતાં સંયુક્ત/અધિક પોલીસ કમિશ્નરના દરજ્જાથી પોલીસ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારી/પોલીસ કર્મચારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ-૨૨૩ તથા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ- ૧૩૧ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

  • Follow us on: