અમદાવાદ શહેરમાં સાબરમતી નદી પરના પીરાણા જંકશનથી વિશાલા જંકશન તરફ જતા ડાબી તરફ આવેલા હયાત જુના શાસ્ત્રી બ્રિજની કેટલીક બેરીંગ તથા પેડેસ્ટલ જર્જરિત થઇ ગયેલા હોવાથી તેનું નિરીક્ષણ કરતા પીરાણા જંકશનથી વિશાલા જંકશન તરફ જતા ભારે તથા મધ્યમ પ્રકારના માલ વાહક અને પેસેન્જર વાહનોની અવર-જવર તાત્કાલિક બંધ કરવી પડે તેમ હોવાથી આ બ્રિજ પર વિશાલા તરફ જતા તમામ પ્રકરના વાહનોની અવર જવર 10 દિવસ માટે બંધ કરવામાં આવી છે. આવતીકાલ પહેલી સપ્ટેમ્બર 2025થી 10 સપ્ટેમ્બર 2025 સુધી સવારે 11થી સાંજે પાંચ કલાક સુધી બંધ રહેશે.


શાસ્ત્રી બ્રિજ વાહનોની અવરજવર માટે બંધ કરાયો

અમદાવાદ પોલીસ દ્વારા એક જાહેરનામું બહાર પાડીને આ બ્રિજ પર વાહનોની અવરજવર બંધ કરવામાં આવશે તેવું જણાવાયું છે. આ બ્રિજ પર તમામ વાહનો માટે આઠમી ઓગસ્ટ 2025ના રોજ એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જે આઠમી ફેબ્રુઆરી 2025 સુધી અમલમાં છે. આ બ્રિજ પર નિરીક્ષણ કરવા માટે મોટી મશીનરી મુકીને કામગીરી કરવાની છે. જેથી આ બ્રિજને સવારે 11 વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી બંધ કરવામાં આવ્યો છે અને તેના માટે વૈકલ્પિક અને પ્રતિબંધિત માર્ગ અંગે પણ જાણકારી આપવામાં આવી છે.

પ્રતિબંધિત અને વૈકલ્પિક માર્ગ

પીરાણા જંકશનથી વિશાલા જંકશન તરફ જતા ડાબી બાજુના હયાત બ્રીજનો કુલ-૫૦૦ મીટરનો માર્ગ તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે બંધ રહેશે.પીરાણા જંકશનથી વિશાલા જંકશન તરફ જતા જમણી તરફના એટલે કે, વિશાલા જંકશનથી પીરાણા જંકશન તરફ આવતા બ્રીજ પર હાલ અવર-જવર માટે બ્રીજનો માર્ગ ખુલ્લો હોય તે જ માર્ગ ઉપર અવર-જવર કરી શકાશે.હાલ પીરાણા જંકશનથી વિશાલા જંકશન તરફ અવર-જવર કરવા માટે બે બ્રીજ હયાત છે જેમાંથી એક બ્રીજ ઉપર મુજબની વિગતે બંધ રહેનાર છે.


  • Follow us on: