અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલ માણેકબાગની એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં અજાણ્યા શખ્સોએ 20 જેટલી ગાડીઓના ટાયર તીક્ષ્ણ વસ્તુ વડે ફાડી નાખ્યા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ ઘટનાને પગલે અમદાવાદ સેટેલાઈટ વિસ્તારની પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.


રાત્રીના બે બાઈક સવારોએ વિસ્તારમાં ફાટી નાંખ્યા ટાયર

આંબાવાડી શ્રેયસ ટેકરા પાસે સોસાયટી બહાર પાર્ક થયેલ ગાડીઓના ટાયર અસામાજિક તત્વો તીક્ષ્ણ હથિયાર વડે ફાડી નાખી આતંક મચાવ્યો છે. આ ઘટના ગત્ત રાત્રીના લગભગ 1 વાગ્યાની આસપાસ બે બાઇક સવારોએ આવ્યા હતા જેમણે શર્ટ ખોલીને તેજ શર્ટ વડે મોઢું ઢાંકીને તેમાના એક શખ્સે છરા વડે લગભગ 20 ગાડીઓના આગળ પાછળના ટાયર અને એક સાઈડના ટાયરને છરા મારીને  નુકશાન પહોંચાડીને જતો રહ્યો હતો. આ ઘટનામાં પાછળથી આવેલા અન્ય બે બાઇકચાલકો હતા પરંતુ જેઓ સાઈડમાં ઉભા રહ્યા હતા. ત્યારબાદ તેઓ માણેકબાગથી તુલિપ બંગલો પાસેથી આ કૃત્યને અંજામ આપી ફરાર થઈ ગયા હતા.

શહેરમાં કાયદો-વ્યવસ્થાના પ્રશ્ને ફરી ઉઠ્યા સવાલ

આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેમાં બે શખ્સો દ્વારા અનેક ગાડીઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. હાલ અમદાવાદ સેટેલાઈટ પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ કરી રહ્યા છે. સ્થાનિક લોકોને ગુનેગાર દ્વારા આ રીતે કૃત્ય આચર્યું હોવાની કોઈ પણ આશંકા છે. જેને લઇ પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. ત્યારે આ પ્રકારની ઘટનાઓ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા કરી રહી છે. ક્યાંકને ક્યાંક લોકોમાં આવી ઘટનાથી શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

  • Follow us on: