વસ્ત્રાપુરમાં કામા ધ થાઈ સ્પા સેન્ટરના માલિક ચિંતન પંડ્યા, મેનેજર રોહિત રાઠોડ, સ્પાના પાટનર સાવન પુરબીયા અને હંસરાજસિહ રાઠોજ વિરૂધ્ધ સ્પામાં કામ કરતી બે યુવતીએ ફરિયાદ નોંધાવી છે. સ્પામાં થેરાપીસ્ટ તરીકે કામ કરતી યુવતી સાથે સ્પાના માલીક ચિતંન પંડયા અને મેનેજર રોહિત તિવારીએ દુષ્કર્મ આચર્યુ હતુ. આ યુવતીને મેનેજર રોહિતે સ્પામાં નોકરી કરવી હોય તો માલિક ચિંતન અને તેની સાથે શારીરિક સંબંધ રાખવા માટે દબાણ કર્યુ હતુ. 10 જાન્યુઆરીના રોજ રોહિતે થેરાપીસ્ટ યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ હતું. જ્યારે 10 ફેબુઆરીના રોજ ચિંતને મસાજ કવાના બહાને યુવતીને બોલાવીને બળજબરી કરીને બળાત્કાર કર્યો હતો. રોહિત 8 માર્ચથી યુવતીને શારીરીક અડપલા કરીને દુષકર્મ કરતો હતો. જેથી કંટાળીને યુવતીએ તેના બચત કરેલા 1.45 લાખ રૂપિયા પરત માંગતા આરોપી સાવન પુરબીયાએ નોકરીમાંથી કાઢી મૂકી યુવતી પર ગેંગરેપની ધમકી આપી હતી. જેથી યુવતીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી હતી જેને એસટીએસસી સેલમા ટ્રાન્સફર કરાતા સાવન પુરબીયા નામના આરોપીની ધરપકડ કરાઈ છે.


વસ્ત્રાપુરમાં સ્પામાં કામ કરતી 2 પરપ્રાંતીય યુવતી સાથે દુષ્કર્મ

પકડાયેલા સાવન પુરબીયાએ જાન્યુઆરી 2025થી કામા ધ થાઈ સ્પાનો કોન્ટ્રાકટ કર્યો હતો. જ્યારે સ્પાના માલીક ચિંતન પુરબીયાએ અન્ય સ્પામા કામ કરતી યુવતીને 30 ટકા પાર્ટનરશીપ આપવાની લાલચ આપીને તેની સાથે દુષકર્મ આચર્યુ હતુ. આ યુવતીએ ચિંતન પર વિશ્વાસ રાખીને સ્પામા 4 લાખનુ રોકાણ કરીને 30 ટકા ભાગીદારી મેળવી હતી. ચિંતને યુવતીને મળવા બોલાવીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. તેના રોકાણ કરેલા રૂપિયા પરત આપ્યા ન હતા. જ્યારે ચિંતનના ભાગીદાર હસંરાજસિહ દ્રારા ધમકી પણ આપવામા આવી હતી. આ બંને યુવતીઓ સાથે ચિંતને દુષકર્મ આચર્યુ હતુ. આરોપી ચિંતનનો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.


સ્પામાં નોકરી કરતી બે યુવતીએ સાથે બળાત્કારનો આક્ષેપ

અગાઉ પણ સ્પાના વિવાદમા તેની વિરૂધ્ધ ફરિયાદ નોંધાયેલી છે. જ્યારે ફરી એક વખત સ્પામાં નોકરી કરતી બે યુવતીએ સાથે બળાત્કારનો આક્ષેપ થતા એસટીએસસી સેલએ ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે. વસ્ત્રાપુરમા બે યુવતીએ દુષ્કર્મ, ધમકી અને એટ્રોસીટીને લઈને બે અલગ અલગ ફરિયાદો નોંધાવી છે. જેમા સ્પાનો માલીક ચિંતન પંડયા અને મેનેજર રોહિત તિવારી આરોપી તરીકે છે. જ્યારે હસરાજસિહ અને સાવન પુરબીયા વિરૂધ્ધ ધમકીને લઈને આક્ષેપો થયા છે. એસટીએસસી સેલે સાવન પુરબીયાની ધરપકડ કરી છે. જ્યારે 3 આરોપી હજુ ફરાર હોવાથી પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે.


  • Follow us on: